વર્ષ 2022ની ચૂંટણી પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. વિધાનસભા 2022ની ચૂંટણી પહેલા પ્રદેશ ભાજપ એક્શનમાં આવ્યું છે. ત્યારે ત્યારે હવે કોંગ્રેસ પાર્ટી પણ વિધાનસભા 2022ની ચૂંટણીને લઈને એકશનમાં આવી ગયું હોવાનું જણાઈ રહ્યું છે જેના ભાગ રૂપે ગુજરાત કોગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર બે દિવસના દિલ્હી પ્રવાસે જઈ રહ્યા છે. કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે મુલાકાત કરશે. જેઓ ગુજરાત કોંગ્રેસના સંગઠન માળખાને આખરી ઓપ અપાશે.

વિધાનસભાની ચુટંણીને ધ્યાને રાખીને માળખું તૈયાર કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાની ચુંટણી અંગે પણ ચર્ચા થઇ શકે છે. હાલમાં પક્ષ પલટુઓને લઈને કોંગ્રેસ ધારાસભ્યોની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને કોંગ્રેસથી નારાજ અને ભાજપમાં જોડાઈ શકે તેવા ધારાસભ્યો તરફ વધુ નજર રાખવામાં આવી રહી છે.

વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારની પસંદગી પણ અતિમહત્ત્વની હોવાથી કોંગ્રેસના વર્તમાન મંત્રીઓ અને ધારાસભ્યોની સરકાર, સંગઠન અને મતવિસ્તારની કામગીરીની પ્રોફાઈલ તૈયાર કરવામાં આવી રહી છે.