2022 વિધાનસભાની ચૂંટણી પહેલા આજે પાટીદારો એક મંચ પર આવ્યા છે. અલગ અલગ મુદ્દાઓને લઇ પાટીદાટ સમાજની આજે મોટી બેઠક કરવામાં આવી છે. જે પાટીદાર સમાજની બેઠકના મુખ્ય મુદાઓ પીએસઆઈ પરીક્ષામાં સર્વણ સમાજના ઉમદેવારની સ્પર્ધાથી દુર રાખવામાં આવ્યા છે. સર્વણ આયોગમાં લોકોને ધક્કા ખાવા પડે છે. 4 મહિનાથી આયોગમાં ચેરમેન નથી. દિકરીઓને બહાર લગ્ન કરે છે તેવી સ્થિતિમા માતા-અથવા- પિતા સાક્ષી જરૂરી છે. આ તમામ મુદાઓ પર મીટીંગમાં ચર્ચા કરવામાં આવશે.

પાટીદારોની મુખ્ય સંસ્થાઓના પ્રમુખોની અમદાવાદમાં બેઠક યોજાશે. વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે પ્રમુખ-મંત્રીઓ અને ટ્રસ્ટીઓની બંધ બારણે બેઠક કરવામાં આવશે. ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ પણ બેઠકમાં હાજર રહે તેવી શક્યતા જણાઈ રહી છે. વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલ, સિદસરના જેરામભાઈ વાંસજાળિયા આ બેઠકમાં હાજર રહેશે.

યુવતીઓના મરજી મુજબના લગ્નોમાં માતા-પિતાની સંમિતના બાબતે ચર્ચા થશે. હાલમાં PSIની ભરતીમાં સવર્ણ સમાજને થયેલાં અન્યાય મુદ્દે ચર્ચા થશે. અગાઉ 12 જૂન 2021માં ખોડલધામ ખાતે મુખ્ય સંસ્થાઓની બેઠક મળી હતી. પાટીદારો સહિત બિનઅનામત સમાજને થઈ રહેલા અન્યાય અંગે બેઠક થશે. PSI ભરતીના નોટિફિકેશનમાં સેક્શન 16નું ઉલ્લંઘન કરી સરકારે ઉમેદવારોને પાસ કર્યા છે. બિનઅનામત આયોગ અને નિગમમાં પેન્ડીંગ પડેલા પ્રશ્નોના નિકાલે અંગે પણ ચર્ચા કરવામાં આવશે. સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ વાલજી શેટા વગેરે દિગ્ગજો હાજર રહ્યા હતા.