કર્ણાટકના પુર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા અંગે પાટીલે કહી દીધી આ મોટી વાત..!

કચ્છના વાગડમાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલનું સન્માન કરવામાં આવ્યું હતું. વજુભાઇ વાળાનું સન્માન રાપર (કચ્છ)માં અત્યારે થઇ રહ્યું છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ સન્માન સમારોહમાં ઉપસ્થિત હતા. સન્માન પૂર્વે લોકગાયક કીર્તિદાન ગઢવી અને રાજભા ગઢવી લોક સાહિત્ય અને લોક સંગીત પીરસ્યુ હતું. રાપર તાલુકા રાજપૂત સમાજ દ્વારા રાજભાઈ રાજપૂત સહીત અગ્રણીઓ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
સી આર પાટિલે વજુભાઈ વાળા વિશે વાત કરતા જણાવ્યું હતું કે, ભાજપનું રત્ન વજુભાઇ છે. કોર્પોરેટરથી ગવર્નર સુધી તેઓની લાંબી રાજકીય સફર છે.
સી આર પાટિલએ છત્રપતી શિવાજી મહારાજ ની વાત કરી કહ્યું કે તાનાજીએ પહેલા કિલ્લો સંભાળ્યો પછી લગ્ન કર્યા. અને આજે મારું આવું થયું છે મારા ભત્રીજા ના લગ્ન હતા પણ વડીલ વજુભાઇ ને સન્માન થતું હોઈ તે મારા માટે અગત્ય ની વાત છે તેથી જ અહીં આવ્યો છું ભત્રીજા ભાઈ ને સમજાવી દઈશ
પ્રદીપ વાધેલા વિશે વાત કરતા જણાવ્યું કે, તેઓ કહે છે વગડો તો વરસ્યો ભલો કચ્છડો બારે માસ.. હવે તો નર્મદા ના નીર કચ્છડો બારે માસ.પાટિલ વજુભાઈ વાળા કારડીયા સમાજ સાથે પક્ષ નું પણ રત્ન છે. કારડિયા સમાજ માંથી કોઈ ગવર્નર થયા હોઈ તેમજ પ્રદેશ પ્રમુખ તરીકે બે વખત વાળા સાહેબ એ સુંદર કાર્ય કર્યું છે તેથી જ રત્ન છે.પાર્ટી વજુભાઈના સન્માન સહીતની ચિંતા પક્ષ પણ જરૂર થી રાખશે.