તાજેતરમાં પંજાબમાં પીએમ મોદીની સુરક્ષામાં ચૂક થવાનો મામલો રાજકીય ગરમાવો લાવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંજાબ ગયા હતા. ત્યારે આ દરમિયાન હવામાને કારણે હવાઇમાર્ગ કાર્યક્રમ બદલ્યો હતો. કેટલાક લોકોએ રોડ જામ કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો. પ્રધાનમંત્રીના જીવ ને જોખમ થાય તેવું કાવતરું ઘડવામાં આવ્યું હતું તેવા આક્ષેપ ભાજપ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે. પંજાબ સરકાર અને મુખ્યમંત્રીએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની સૂચનાથી આ કાવતરું ઘડ્યું હોવાના આક્ષેપ ભાજપ દ્વારા કરવામાં આવ્યા છે.

પંજાબમાં PMની સુરક્ષાના ચૂકના મામલે તાજેતરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે રાજ્યપાલને આવેદનપત્ર આપ્યું હતું. ત્ચારે આજે આ મુદ્દે ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ સંબોધી હતી.

તેઓએ જણાવ્યું હતું કે, PM સુરક્ષાને લઇ ઘણા બધા ખુલાસા થઈ રહ્યા છે. પંજાબમાં હવામાન ખરાબ હોવાના કારણે રોડ માર્ગે ગયા હતા, આ રૂટ વિશે CM, મુખ્ય સચિવ અને DGPને જાણ કરાઈ હતી. ત્યાંની પ્રાઇવેટ ચેનલ દ્વારા સ્ટિંગ ઓપરેશન કરાયું હતું, CIDના DCP દ્વારા ગડબડ થશે તેવો રિપોર્ટ અપાયો હતો.

પંજાબ પોલીસ આવા આંદોલનકારીને સપોર્ટ કરતા હતા. ખાલીસ્તાની ગેંગ PN સક્રિય હતી. મોદી સાહેબના કાફલાને રોક્યો ત્યાંથી બોર્ડર ફક્ત 10 કિમિ દૂર હતી. આમ, PM સાથે ગમે તે થઇ શકે તેમ હતું. આ સિવાય સ્થાનિક તંત્ર દ્વારા રોડ સીલ કરાયો ન હતો. પંજાબના cm કહેતા હતા કે, હું પ્રિયંકા ગાંધીને રિપોર્ટ કરતો હતો, આમ પંજાબના CM ચન્ની ઉડાવ જવાબ આપે છે.

વધુમાં પાટીલે PMને રોકવાનો પ્રયત્ન પહેલી વાર દેશમાં થયો. આ મુદ્દે કોંગ્રેસે દેશના લોકોની માફી માંગવી જોઈએ. આંદોલનકારીના નામે ખાલીસ્તાની સામેલ હતા. આના માઠા પરિણામ કોંગ્રેસે ભોગવવા પડશે.