પીએમ મોદી વધુ એક વખત ગુજરાત આવશે. જે પીએમ નરેન્દ્ર મોદી દક્ષિણ ગુજરાતના ચીખલી ખાતે આવશે. જેઓ અહીં આદિવાસી ગૌરવ સંમેલનમાં હાજરી આપશે. આગામી મહિનામાં પ્રધાન મંત્રીનો ગુજરાતનો પ્રવાસ છે જેમાં કેવડિયા નક્કી કરવામાં આવ્યું છે.

પીએમ નરેન્દ્ર મોદી દક્ષિણ વિસ્તારના ટ્રાઇબલ બેલ્ટ ના 7 જિલ્લાના 2 લાખથી વધુ આદિવાસી મતદારો અને કાર્યકરોની સભા મોદી સંબોઘી શકે છે તેવી હાલમાં સૂત્રો પરથી માહિતી જણાઈ રહી છે. ત્યારે આ માટે અત્યારથી અંદરો અંદર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અને આ તૈયારીઓને લઈને નર્મદા જિલ્લા કલેક્ટર દ્વારા કેવડિયા નો ડ્રોન જાહેર કરવામાં આવ્યો છે.

પીએમ નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં પણ કાર્યક્રમ ગોઠવાઈ રહ્યો છે. જે હાલમાં બોપલ ખાતે નવ નિર્મિત ઈસરો ભવનના લોકાર્પણમાં પણ પીએમ મોદી હાજરી આપી શકે છે.