વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી પણ સક્રિય બનેલી છે. એવામાં ભાજપ પણ એક્શન મોડ પર આવી ગઈ છે. સતત ભાજપ દ્વારા રેલીઓની મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એવામાં ભાજપના નેતાઓ પણ ગુજરાતમાં સતત આવી રહ્યા છે. જ્યારે આજે સમાચાર સામે આવ્યા છે કે PM Narendra Modi ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.

પીએમ મોદીનો 29 મેનો ગુજરાત પ્રવાસ રહેલ છે. પીએમ મોદી ગાંધીનગરમાં સહકારી મહાસંમેલનને સંબોધન કરશે. છેલ્લા 1.5 વર્ષ માં ભાજપે જીતેલી સહકારી સંસ્થાના આગેવાનોને પીએમ મોદી સંબોધશે. આઝાદી બાદ ગુજરાતમાં સહકારી સંસ્થાઓનું આ પહેલું સંમેલન હશે જ્યાં પીએમ મોદી હાજર રહેશે. કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાઓની સફળતા અંગે પીએમ મોદી વાત કરશે.

નોંધનીય છે કે, વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. નવી સરકાર બાદ પહેલી ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જ્યારે ભાજપ દ્વારા ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આ અગાઉ ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષ ગુજરાત પ્રવાસે આવ્યા હતા. તેમના દ્વારા બે દિવસના પ્રવાસ દરમ્યાન સંઘ અને સંગઠન સાથે બેઠક કરવામાં આવી હતી. તેમને ઝાંઝરકા ખાતે વિવિધ સામાજિક આગેવાનો સાથે બેઠક કરવામાં આવી હતી.