રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. જે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પેપરલીક કૌભાંડને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. શહેરના ત્રિકોણ બાગ સર્કલ ખાતે કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. આ વિરોધ દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર હાજર રહ્યા છે. ત્યારે હાલમાં આ વિરોધને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. આ વિરોધ કાર્યકારી પ્રમુખ પ્રદીપ ત્રિવેદીએ વિરોધ નોંધાવ્યો છે. શિક્ષણ મંત્રીએ હાય હાય ના નારા લગાવ્યા છે.

પેપર લીક મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ગાંધીનગર જિલ્લા કોંગ્રેસે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. સત્યાગ્રહ છાવણી ખાતે કાર્યકર્તાએ વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. 30 જેટલા કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પેપર લીક કાંડમાં મોટો માથાને પકડવાની માંગ કરી છે. ભાજપ સરકારમાં 11 વખત પેપર લીક થયાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા લગાવાયો છે.

 

હેડ કલાર્કની પરીક્ષાનુ પેપર ફૂટી જતા ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે. પેપર ફૂટયાના મામલે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે ભાજપ સરકાર સામે વિરોધ નોંધાવવામાં આવશે. ગુજરાતમાં વારંવાર સરકારી ભરતી માટેના પેપર ફૂટી રહ્યા છે છતા સરકાર દ્વારા કોઈ યોગ્ય પગલા લેવામાં આવતા નથી હોવાનું જાણવવામાં આવી રહ્યું છે.

ભાજપ સરકારની ઘોર બેદરકારી અને લાપરવાહીના કારણે ગુજરાતમાં વારંવાર રાજ્ય સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટી જવાની ઘટના સામાન્ય બની રહી છે. જેના કારણે રાજ્યના લાખો બેરોજગાર યુવાનો હાલાકી અને અરાજકર્તાનો ભોગ બની રહ્યા છે. રાજ્યની ભાજપ સરકાર યુવાનોના પ્રશ્નો અંગે અત્યંત અસંવેદનશીલ હોવાનો આ એક સૌથી મોટો બોલતો પુરાવો છે.