રાજ્યમાં અવારનવાર પેપર ફૂટવાની ઘટનાઓ સામે આવતી રહે છે. તેના લીધે વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં ગુજરાતમાં યુવક પ્રમુખ કોંગ્રેસ વિશ્વનાથસિંહ વાઘેલાનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ 88 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા. પરીક્ષા ની તૈયારીઓ કરનારનો અમૂલ્ય સમય બગાડ્યો છે.

આ સિવાય સરકારને આજે લિગલ નોટિસ આપી છે. ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ, સૂર્યા ઓફસેટ ના મલિક, અસિત વોરા સહિત 5 લોકોને નોટિસ અપાઈ છે. વિદ્યાર્થીઓને આર્થિક નુક્સાન આપવા માંગ કરી છે. સીપીસી કલમ 80 મુજબ 60 દિવસની નોટિસ અપાઈ છે.

જ્યારે 88 હજાર વિદ્યાર્થીઓને એવરેજ 10 હજાર નું વળતર આપવું પડે છે. કુલ 89 કરોડ રૂપિયા નું વળતર મળે એવી માંગ કરી છે. સરકાર જવાબ નહીં આપે તો કોર્ટનો રસ્તો અપનાવીશું. સરકારને નુકસાન ના થતું હોવાથી વારંવાર પેપર ફૂટી રહ્યા છે. ગુજરાતમાં સતત પેપર ફૂટતા લોકોમાં આર્કોશ રહેલો છે.