પ્રધાનમંત્રી મોદીનો નવસારી સુરત બાદ હવે વડોદરા જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. 17 જૂને પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં આવશે. 17 જૂને ગાંધીનગરના રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. 18 જૂને પ્રધાનમંત્રી સવારે 9.30 કલાકે પાવાગઢમાં મહાકાલીના દર્શને જશે. મહાકાળી માતાના દર્શન કરી પ્રધાનમંત્રી મોદી 11.30 વિરાસત વનની મુલાકાત લેશે. 12.30 કલાકે પ્રધાનમંત્રી મોદી વડોદરા ખાતેના ગુજરાત ગૌરવ અભિયાનની ઉજવણીમાં જશે.

વડોદરા ખાતે 2 લાખ લોકોને ગુજરાત ગૌરવ અભિયાનમાં સંબોધન કરશે. વડોદરા ખાતે PM આવસના 8907 મકાનો લોકપર્ણ કરશે. વડોદરા ખાતે પ્રધાનમંત્રી મોદી ગતિશક્તિ બિલ્ડીંગનું લોકપર્ણ કરશે. વડોદરા ખાતે કુલ 16369 કરોડના કામોનું લોકપર્ણ અને ખાતમૃહત કરશે. 18 જૂને અમદાવાદ અને બોટાદ રેલલાઇન શરૂ કરાવશે.

મોદીના કાર્યક્રમમાં તેઓ યાત્રાધામ પાવાગઢની પણ મુલાકાત લેનાર છે અને વડોદરાને મોદીની આ મુલાકાત માટે સજાવાશે તથા ઉત્સવ જેવો માહોલ ઉભો કરાશે. નવસારી જિલ્લામાં ખુડવેલ ગામે દક્ષિણ ગુજરાતનો જાહેર કાર્યક્રમ તથા નવસારીની એએમ નાયક ચેરીટેબલ ટ્રસ્ટની મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલના લોકાર્પણ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન આવી રહ્યા છે.