પીએમ મોદી વધુ એક વખત ગુજરાત આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૮ જૂને વડોદરા આવશે. વડાપ્રધાન એરપોર્ટ થી લેપ્રસિ મેદાન સુધી રોડ શો યોજશે. વડોદરા થી ૨ લાખ અને અને અન્ય જિલ્લામાંથી ત્રણ લાખ લોકો આવશે. રોડ શો ના રૂટ પર તૈયારી ઓ શરૂ કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર કમિશ્નર સહિતના આગેવાનો એ એરપોર્ટ થી ગ્રાઉન્ડ સુધીનું નિરીક્ષણ કર્યું છે.

18 જૂને વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પધારશે, જેના કારણે શહેરીજનોને મહોલ્લા સજાવવા, રંગોળી પાળવા, ઝંડા લગાવવા અને વાજતે-ગાજતે વડાપ્રધાનના કાર્યક્રમમાં પહોંચવા આમંત્રણ આપવામાં આવ્યું છે. વડોદરા ખાતે પૂર્ણ થયેલા આવાસ યોજનાના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે, ત્યારે આ કાર્યક્રમમાં 5 લાખ લોકોને ભેગા કરવા માટે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પેજ કમિટીના સભ્યોને જણાવ્યું હતું.

આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી 51 શક્તિપીઠોમાં એક પાવાગઢ યાત્રાધામ ખાતે મહાકાલિકા માતાજીના દર્શન કરી પાવાગઢની મુલાકાત લેશે. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વાગતમાં કોઈ કમી ન રહે તે માટે શહેર વાસીઓને પ્રદેશ અધ્યક્ષ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.