રાજ્યમાં અત્યારે કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી સતત કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી ૧૧ હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. જયારે કોરોનાના કેસ ઘટ્યા બાદ રાજ્ય સરકાર જરૂર રાહતનો શ્વાસ લીધો છે. હવે ભાજપ દ્વારા “મારુ ગામ કોરોના મુક્ત ગામ પહેલ” પહેલ શરુ કરવામાં આવી છે. આ પહેલ લઈને કોંગ્રેસ ધારાસભ્ય ગુલાબસિંહે ભાજપની આ પહેલ પર કટાક્ષ કર્યો છે.

“મારુ ગામ કોરોના મુક્ત ગામ પહેલ” પર ધારાસભ્ય કોંગ્રેસ ધારાસભ્ય ગુલાબસિંહે સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસ ધારાસભ્ય ગુલાબસિંહે ટ્વીટ કરી પહેલ સામે ઉભા પ્રશ્નો કર્યા છે. સરકાર આ અભિયાનના નામે માત્ર ફોટો સેસન કરાવે છે. અંહિયા લોકો ને દવાઓ બેડ ઈન્જેકશન મળતા નથી. નમાત્ર તાયફા કરો એ યોગ્ય ના કહેવાય. સાચે જો અભિયાન ઉપાડવું હોય તો દરેક ગામમાં ટેસ્ટ કરાવો. દવાઓ આપો અને CHC માં ડોકટરો ઉપલ્બધ કરાવો.

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા 11,084 કેસ સામે આવ્યા છે. જ્યારે આ દરમિયાન 14,770 લોકોએ કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા છે. આ દરમિયાન કોરોના સંક્રમણના કારણે 121 લોકોના મોત નીપજ્યા છે. તેની સાથે કુલ મૃત્યુઆંક 8394 પર પહોચ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,39,614 પર પહોંચી ગયો છે. જેમાંથી 786 લોકો વેન્ટિલેટર પર અને 1,38,828 લોકો સ્ટેબલ રહેલા છે. રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 78.27 ટકા પહોંચ્યો છે.