નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી આજે ઇડી સમક્ષ હાજર થયા છે. નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડી આજે રાહુલ ગાંધીની પૂછપરછ કરી રહી છે. રાહુલ ગાંધી ઈડી ઓફિસ પહોંચ્યા ત્યારે તેમની સાથે બહેન પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના હજારો કાર્યકરો અને નેતાઓ ઉમટી પણ ઉમટી પડ્યા. ઇડી સમન્સના વિરોધમાં આજે દેશભરમાં કોંગ્રેસના દેખાવો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આવતીકાલે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે કોંગ્રેસ દેખાવો કરશે.

જીએમડીસી ગ્રાઉન્ડના હોલમાં સભા બાદ દેખાવો કરવામાં આવશે. ત્યારે ઇડી ઓફીસ બહાર કોંગ્રેસ ધરણા દેખાવો કરશે. જગદીશ ઠાકોર સહિતના નેતાઓ અને કાર્યકરો આ દેખાવોમાં જોડાશે. ત્યારે હાલમાં હેલ્મેટ સર્કલ-જીએમડીએ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાજ્યોમાં પણ કોંગ્રેસ કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કરી રહી છે. કોંગ્રેસે ભાજપા પર બદલાની રાજનીતિ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે પૂર્વ પાર્ટી પ્રમુખ પાછળ હટશે નહીં.

જો કે, કોંગ્રેસના નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે આજે દેશમાં જે થઇ રહ્યું છે તેનો અમે વિરોધ કરી રહ્યા છીએ. ઈડીની ઓફિસ પાસે જે કાર્યકર્તાઓ પ્રદર્શન કરી રહ્યા હતા, તેને ઉઠાવી લેવામાં આવ્યા છે. તેમાંથી અમુક કાર્યકર્તાઓને અટકાયત પણ કરવામાં આવી છે. કોંગ્રેસના નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું કે, રાહુલ ગાંધીના નેતૃત્વમાં અમે ED ઓફિસ સુધી શાંતિપૂર્ણ વિરોધ માર્ચ કાઢીશું. અમે બંધારણના રક્ષક છીએ, અમે ઝૂકીશું નહીં, કે ડરીશું નહીં.