રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી ને લઈને એક બાદ એક રાજકીય દિગ્ગજો ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે તેમાં પણ ખાસ કરીને પીએમ મોદી અવારનવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે 2 જૂને વાંસદાના ચારણવાડા ગામ ખાતે રાહુલ ગાંધી આવી રહ્યા હતા જેમનો કાર્યક્રમ હાલ પૂરતો રદ્દ કરવામાં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે.

આખરે રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. જે 12 જૂને વાંસદાના ચારણવાડા ગામ ખાતે રાહુલ ગાંધી ઉપસ્થિત રહેવાના હતા. જેઓ અહીં કોંગ્રેસની આદિવાસી સત્યાગ્રહ અધિકાર રેલીને સંબોધિત કરવાના હતા. રાહુલ અને સોનિયા ગાંધીને ઇડીના સમન્સને પગલે કાર્યક્મ રદ કરવામાં આવ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત થઇ હોવાનું પણ એક કારણ હાલમાં સામે આવી રહ્યું છે. ત્યારે આજે આજ વિસ્તારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જંગી સભા કરવામાં આવી રહી છે.

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી નજીક આવી રહી છે. કોંગ્રેસ ગુજરાતનુ પ્રભુત્વ બનાવામાટે ગુજરાતમાં અનેક કાર્યક્રમ યોજી રહી છે. રાહુલ ગાંધી ફરી એક વાર ગુજરાત પ્રવાસે આવાના હતા. જે કાર્યક્રમ રાહુલ અને સોનિયા ગાંધીને ઇડીના સમન્સને પગલે કાર્યક્મ રદ કરવામાં આવ્યો છે.