કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ અને નેતા રાહુલ ગાંધી આજે સુરત આવ્યા હતા. સુરતની કોર્ટ માં રાહુલ ગાંધી સામે માનહાની નો કેસ નોંધાયો છે. માનહાની કેસ માં ફર્ધર સ્ટેટમેન્ટ માટે રાહુલ ગાંધી આવ્યા હતા. રાહુલ ગાંધીનું સુરતમાં ચાર સ્થળોએ સ્વાગત કરવામાં આવ્યું હતું.

જયારે એરપોર્ટથી બપોરે બે વાગ્યે પ્રસ્થાન બાદ મગદલ્લા ચાર રસ્તા, ગોવર્ધન હવેલી, svnit કોલેજ, કોર્ટ પાસે ઓઉજ અભિષેક બીકડિંગ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધી એરપોર્ટ થી સીધા કોર્ટ ગયા હતા. કોર્ટ કાર્યવાહી પૂર્ણ કરી સીધા જ એરપોર્ટ ચાલ્યા ગયા છે. એરપોર્ટથી દિલ્હી જવા રવાના થયા છે.

જ્યારે આ અંતર્ગત ભરતસિંહ સોલંકી દ્વારા સુરતમાં નિવેદન આપવામાં આવ્યું છે. ટૂંક જ સમય માં પ્રદેશ પ્રમુખ નું નામ જાહેર થશે. ચિંતન શિબિર પછી તુરંત પ્રદેશ પ્રમુખ નું નામ જાહેર થઈ જશે.

રાહુલ ગાંધી સામે માનહાની કેસનો મામલો ચર્ચામાં છે. ફરિયાદી પુરણેશ મોદી કોર્ટ માં પહોંચ્યા હતા. રાહુલ ગાંધીએ 13 એપ્રિલ 2019માં જાહેર સભા સંબોધી હતી બધા ચોરોના ઉપનામ મોદી કેમ હોય છે, એવું નિવેદન કર્યું હતું. જેને લઈને મોદી સમાજની લાગણી દુભાઈ છે. હાઇકોર્ટે બે સાક્ષીઓના નિવેદન લેવાનો હુકમ કર્યો હતો એના આધારે બે સાક્ષીઓના નિવેદન લેવાયા હતા તેમાં રાહુલ ગાંધી ફર્ધર સ્ટેટમેન્ટ માટે રાહુલ ગાંધીને કોર્ટમાં હાજર થવાનો હુકમ કરાયો છે. અમને કોર્ટ પાસે ન્યાયની અપેક્ષા છે.