રાહુલ ગાંધીએ આજે ગુજરાત પ્રવાસ દરમિયાન કર્યા ચુનાવી વાયદાઓ, જાણો અહીં…

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાની રણનીતિ અનુસાર ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. જ્યાં છેલ્લા 27 વર્ષથી ભાજપ સત્તામાં છે ત્યાં ફરી 2022માં ચૂંટણી જીતવાની તૈયારી કરી રહી છે, જો 2022માં ગુજરાતમાં ભાજપ જીતશે તો પશ્ચિમ બંગાળમાં ડાબેરી પક્ષ દ્વારા ચાલતી સૌથી લાંબી સરકારનો રેકોર્ડ તૂટી જશે. જો કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ આ ચૂંટણીમાં મજબૂત હાજરી નોંધાવવાની તૈયારી કરી રહી છે. રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ટિકિટના ઉમેદવારોએ પ્રચાર શરૂ કરી દીધો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રચારનું રણશિંગું ફૂંકવા રાહુલ ગાંધીએ રિવરફ્રન્ટ પર કાર્યકરોને સંબોધતાં કહ્યું હતું. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, સરદાર પટેલના મોઢામાંથી જે શબ્દો નીકળતા હતાં તે ખેડૂતોના હિત માટે નીકળતા હતાં. તેમના વિના અમૂલ ઉભું ના થાત.એક તરફ ભાજપ તેમની મૂર્તિ બનાવે છે અને બીજી તરફ તેમનું જ અપમાન કરે છે.
કોંગ્રેસે પક્ષે અન્ય રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ કર્યા છે. અહીં પણ અમે દરેક ખેડૂતોનું 3 લાખનું દેવું માફ કરીશું. ગુજરાતમાં કોરોનાથી ત્રણ લાખ લોકોનાં મોત થયાં. શું સરકારે કોઈ વળતર આપ્યું?કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને અમે 4 લાખનું વળતર આપીશું. અમે 10 લાખ યુવાનોને રોજગાર આપીશું.