રાહુલ ગાંધીએ અંકિતા હત્યા કેસ અને મુરાદાબાદ ગેંગ રેપનો કર્યો ઉલ્લેખ, મહિલા સુરક્ષા પર આ કહી આ વાત…

ઉત્તરાખંડમાં રિસેપ્શનિસ્ટ અંકિતા મર્ડર કેસ અને મુરાદાબાદમાં યુવતી સાથે ગેંગરેપ બાદ પીડિતાને નગ્ન અવસ્થામાં છોડી દેવાના મુદ્દે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે, “આપણો દેશ ત્યારે મોટો થશે જ્યારે મહિલાઓ સુરક્ષિત રહેશે.”
રાહુલે ટ્વીટ કરીને લખ્યું છે કે, ‘મુરાદાબાદ અને ઉત્તરાખંડમાં યુવતીઓ સાથે જે ઘટનાઓ બની છે તેણે દરેકના દિલને હચમચાવી નાખ્યું છે.’ તેણે આગળ લખ્યું છે કે, ભારત જોડો યાત્રામા, હું ઘણી પ્રતિભાશાળી છોકરીઓ અને મહિલાઓને મળી રહ્યો છું, તેમને સાંભળી રહ્યો છું. એક વાત સ્પષ્ટ છે કે, આપણું ભારત ત્યારે જ પ્રગતિ કરશે જ્યારે દેશની મહિલાઓ સુરક્ષિત હશે. તમને જણાવી દઈએ કે, કોંગ્રેસની ભારત જોડો યાત્રાનો આજે 18મો દિવસ છે. પાર્ટી કેરળના ત્રિશૂર શહેરમાં છે જ્યાંથી તેઓએ આજની યાત્રા શરૂ કરી દીધી છે.
તમને જણાવી દઈએ કે, ઉત્તરાખંડમાં રિસેપ્શનિસ્ટ અંકિતા હત્યા કેસમાં SDRF ટીમે ચિલા તળાવમાંથી મૃતકનો મૃતદેહ બહાર કાઢ્યો છે. જ્યારે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ મામલે કડકતા દાખવતા SIT ની રચનાના નિર્દેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ સિવાય મુરાબાદા કેસમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો જોવા મળ્યો હતો જેમાં એક યુવતી નગ્ન અવસ્થામાં રસ્તા પર ચાલતી જોવા મળી હતી. યુવતીના કાકાની ફરિયાદના આધારે પોલીસે ગેંગરેપનો કેસ નોંધીને 5 લોકો સામે કેસ દાખલ કર્યો છે. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, છોકરી માનસિક રીતે નબળી છે અને 7 સપ્ટેમ્બરે છોકરીના કાકાએ ફરિયાદ કરી દીધી હતી.