રાજકોટ મહાનગર યુવા મોરચાના પ્રમુખની આખરે વરણી થઈ છે. કિશન ટિલવાને મહામંત્રીમાંથી પ્રમુખ બન્યા છે. નવા મહામંત્રી કુલદીપસિંહ જાડેજા બન્યા છે. મહામંત્રી તરીકે લેઉવા પાટીદાર હેમાંગ પીપલીયાની વરણી જાહેર થઈ છે. રાજકોટ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ અને એક મહામંત્રી ને ઉંમર નો ક્રાઇટ એરિયા આવતા રાજીનામા આપતા આ પદ ખાલી હતુ.

રાજકોટ શહેર યુવા ભાજપ પ્રમુખની પસંદગીનુ કોકડું ગુંચવાયું હતું. શહેર પ્રમુખ પૃથ્વીસિંહ વાળા અને મહામંત્રી હિરેન રાવલના રાજીનામા પછી નવા ચહેરાની શોધ ભાજપ કરી રહી હતી.રાજકોટ શહેર ભાજપના યુવા મોરચા પ્રમુખ નવી નિમણુંકમાં વિઘ્ન થયું છે. શહેર ભાજપ યુવા મોરચામાં પ્રમુખ અને મહામંત્રીને અગાઉ ઉંમરનો ક્રાઇટ એરિયા નડ્યો છે.

રાજકોટ યુવા ભાજપના પ્રમુખ પૃથ્વી વાળા અને મહામંત્રી હિરેન રાવલ સહીત સૌરાષ્ટ્રમાં 31 યુવા અગ્રણીઓએ ઉંમરને લઈ પદ છોડવું પડયુ છે.
રાજકોટમાં તો યુવા પ્રમુખ મહામંત્રીના સત્કાર પણ થઈ ગયા હતા. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલએ અગાઉ સિનિયરોને હવે યુવાઓને ઉંમરની મર્યાદાને લઈને હોદો છોડાવ્યો છે. તેમની ટીમના મંત્રી કૌશલભાઇ દવે 35 ઉપર થઇ ગયા હોવાથી તેમને રાજીનામુ આપવુ પડયુ છે.

જો કે પ્રદેશ માપદંડમાં 35 વર્ષથી ઉપરના કોઇને પણ યુવા મોરચાના હોદેદાર કે સભ્ય નહી બનાવવા આદેશ આવતા જ રાજકોટમાં પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાળા અને મહામંત્રી હિરેન રાવલએ રાજીનામુ આપી દીધું છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની મંજૂરીથી પ્રદેશ યુવા ભાજપ દ્વારા આ સમગ્ર પ્રક્રિયા કરવામાં આવી હતી.

રાજકોટ, જામનગર, ભાવનગર સહિતના સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ અને મહાનગરોમાં મોટા ભાગે યુવા ભાજપની નવી ટીમ બની ગઇ હતી અને ગુજરાતમાં પણ તે રીતે નિયુકિત થઇ હતી ત્યાં જ ઓચિંતા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે યુવા ભાજપ માટે સભ્ય થવા અને હોદ્દા મેળવવા માટેનો માપદંડ ફેરવી નાંખતા રાજકોટ શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ અને મહામંત્રી સહિત રાજયભરમાં યુવા મોરચાના નવા વરાયેલા હોદેદ્દારોને રાજીનામા આપવાની ફરજ પડી છે.