લ્યો બોલો રાજકોટમાં માનવામાં ન આવે તેવી વાત સામે આવી છે. જો કે એક તરફ રાજકોટ મનપા તિજોરી ખાલી બીજી બાજુ આડેધડ ખર્ચ કરવામાં આવી રહ્યા છે. ગાર્ડન શાખાના પૂર્વ ડિરેકટર સતા બાર જઈને ટોયલેટ બ્લોક અને સિક્યુરીટી કેબિન મંગાવી હોવાનું સામે આવ્યું છે. મજૂરી વગર 4 લાખ રૂપિયાનો ખર્ચ કર્યાની વિગત સામે આવી છે. ડો.હાપલીયા રિટાયર્ડ થાય એ પહેલા જેમ પોર્ટલ પરથી ઓર્ડર કર્યો છે. જે પ્લાસ્ટિકની 4 કેબિન 4 લાખ રૂપિયામાં મનપાને પડી છે.

જો કે આ ટોયલેટ બ્લોક અને સિક્યુરીટી કેબિન ગુણવત્તાને લઈ અનેક સવાલો ઉભા થયા છે. જે હલકી ગુણવત્તા ટોયલેટ બ્લોક અને સિક્યુરીટી કેબિન મનપાને મળી છે. પોર્ટલ પર લખેલા નિયમ અને ગુણવત્તા કરતા સાવ હલકી ગુણવત્તાની હોવાનું સામે આવ્યું છે. ત્યારે મનપાના ખર્ચને લઈને વિપક્ષ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. વિપક્ષે આક્ષેપ કરતા જણાવ્યું છે કે, મનપાના અધિકારીઓ આડેધડ ખોટા ખર્ચ કરે છે. મેયર કે કમિશ્નરને ગાંઠતા નથી. પ્રજાના રૂપિયા અધિકારીઓ પાણીની જેમ વાપરે છે. જે 20-25 હજારના બાથરૂમના 4 લાખ કેમ નક્કી કરવામાં આવ્યા છે.

ત્યારે આ પ્લાસ્ટિક ટોયલેટ મામલે મેયરનું નિવેદન સામે આવ્યું છે. જે ગુણવત્તા ઓડર હતો એ ગુણવત્તાના ટોયલેટ આવ્યા નથી. પાછું મોકલવા માટે મનપા કાર્યવાહી કરશે. ટોયલેટ ક્યાં મુકવાના તેને લઈ હજુ પણ મનપા મૂંઝવણમાં છે. DMC મજૂરીથી ટોયલેટ મંગાવવામાં આવેલ છે. પૂર્વ અધિકારીઓ પ્લાસ્ટિક ટોયલેટનો ઓર્ડર આપ્યો હતો.