ગુજરાતમાં રાજ્યસભાની ખાલી રહેલી બે સીટો માટે ચુંટાયેલા રામભાઇ મોકરીયા અને દિનેશભાઇ અનાવડીયાએ રાજયસભાના સાસંદ તરીકે શપથ લઇ લીધા છે. રાજ્યસભામાં બંને નવનિયુકત સાંસદોએ શપથ લીધા હતા. આ દરમિયાન દિનેશભાઈ અનાવાડીયાએ રાજ્યસભા તરીકે સંસ્કૃત ભાષામાં શપથ લીધા હતા. જ્યારે બીજા સાંસદ રામભાઈ મોકરીયાએ રાજ્યસભાના સાંસદ તરીકે હિન્દી ભાષામાં સપથ લીધા હતા.

ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકો માટે ભાજપના આ બંને ઉમેદવાર રામભાઇ મોકરીયા અને દિનેશભાઇ અનાવડીયા બિનહરીફ ચુંટાયા હતા. રાજ્યસભા માટે રામભાઈ મોકરીયાની પસંદગી અભયભાઈ ભારદ્વાજના અવસાન બાદ ખાલી બેઠક પર પસંદગી કરવામાં આવી છે. જ્યારે દિનેશભાઈ પ્રજાપતિની પસંદગી કોંગ્રેસના સાસંદ અહેમદભાઈ પટેલના અવસાન બાદ ખાલી બેઠક પર પસંદગી કરવામાં આવી છે.

અહમદ પટેલના સ્થાને ચુંટાયેલા દિનેશ અનાવાડીયાની મુદત ૨૦૨૩ ના ઓગસ્ટ મહિનામાં નિવૃત થશે. જ્યારે અભય ભારદ્વાજના સ્થાને ચુંટાયેલા રામભાઈ મોકરીયાની મુદત ૨૦૨૬ ના જુલાઈમાં પૂરી થશે.