રાજ્યની સરકારી શાળાઓમાં આજથી પુનઃમધ્યાહન ભોજન યોજનાની શરૂઆત કરવામાં આવી છે. શિક્ષણ મંત્રી જીતુ વાધાણીએ મધ્યાહન ભોજનનો પુનઃપ્રારંભ કરાવ્યો છે. ગાંધીનગરના બોરીજ પ્રાથિમક શાળાથી આંરભ કર્યો છે. કોરોનાના કારણે લાંબા સમયથી મઘ્યાહન ભોજન યોજના બંધ હાલતમાં હતી. આજથી મહાનગરોમાં મધ્યાહન ભોજન યોજના કાર્યરત થશે. એક અઠવાડિયામાં તમામ જગ્યા પર મધ્યાહન ભોજન શરૂ થશે.

મધ્યાહ્ન ભોજન યોજનાને લઈને જીતુ વાઘાણીનું નિવેદન સામે આવ્યું છે. શાળાના નાના ભૂલકાઓ સામે શિક્ષણમંત્રી ની રાજકીય ભાષણબાજી જોવા મળી છે. આ દરમિયાન જીતુ વાધાણીએ જણાવ્યું છે કે, પહેલાની સરકારમાં લોકો અભણ રહેતા હતા. 10-12 વર્ષના થાય ત્યારે યાદ આવતું કે ભણવા મોકલવાના છે. અમે વાલીઓને શોધીને બાળકોને શાળાએ મોકલ્યા છે. અહીંયા ભણતા બાળકોના માતા-પિતા કેટલું ભણેલા એ પૂછી લેજો. પહેલાની સરકારમાં લોકો ભણતા ન હતા.

હાલમાં 34 હજાર સરકારી શાળાઓ ગુજરાત સરકાર ચલાવે છે. ઇતિહાસમાં ક્યારેય ના લેવાયેલ 10 હજાર ઓરડાઓ બનાવવાનું સરકારનું આયોજન કરવામાં આવ્યું છે. બાળકોને ભણાવવા એ જ માત્ર અમારો લક્ષ્યાંક છે. દૂર શાળા હોય તો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ રાજ્ય સરકાર આપે છે. વિપક્ષના સમયના શરુ થયેલ યોજનાઓની સ્થિતિ સારી ન હતી. અમારી સરકારની યોજનાઓ અસરકારક રીતે લાગુ કરાઈ છે.