રાજકોટ સ્થિત કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાને ત્યાં આજે મહત્વની બેઠક મળી હતી. શુક્રવારે મોડી સાંજે વજુભાઇ વાલાના ઘરે મળેલી બેઠક સામાજિક એકતા સાથે રાજકીય શક્તિ પ્રદર્શનની મહત્વની રણનીતિ ઘડાઈ છે. આ બેઠકમાં પૂર્વે મંત્રી અને અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ જશાભાઈ બારડ.. માવજી ભાઈ ડોડીયા સહીત ગણતરીના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

આ બેઠક બાદ ખોડલધામ જેવુ જ કારડીયા રાજપૂત સમાજ દ્વારા ભવાની માતાજીનુ મંદીર બનાવવાનો નિર્ણય લેવાયો છે. શક્તિની ભક્તિ સાથે સમાજ એકતાના આ મંદીરનું નિર્માણ સહીતનું સુકાન વજુભાઈ વાલાને સોંપાશે. લીંબડી હાઇવે પર સમાજનું ભવ્ય ભવાની માતાજીનુ મંદીર નિર્માણ થશે. ભાજપના દિગ્ગજ અગ્રણી વજુભાઈ વાલાએ મંદિર અને વિધાનસભા 2022ની ચૂંટણી અંગે જણાવ્યું હતું કે, હું ભાજપનો કાર્યકર છું, જે પાર્ટી કામ સોંપશે તે કરીશ.

ભાજપના પ્રમુખ જે લક્ષ્યાંક આપશે તે પૂર્ણ કરવા મહેનત કરીશું. લીંબડી પાસે 35 એકર જમીનમાં ભવાની માતાજીનું મંદિર બનાવવા માટે ચર્ચા થઈ છે.
જશાભાઈ બારડ મારી ખબર કાઢવા માટે આવ્યા હતા..પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાનો તો કોઈની પણ સરકાર હોઈ વિરોધપક્ષ વિરોધ તો કરે જ…
રાજકીય રીતે કોઈ પ્રદર્શન કરવાની વાત નથી..તમામ સમાજને સાથે રાખી મંદિર નિર્માણ કરવામાં આવશે…પક્ષ જે જવાબદારી સોંપશે તે હું કરીશ…
2022ની ચૂંટણીમાં હું કાર્યકર તરીકે કામ કરીશ, 2/3 બહુમતી માટે મહેનત કરીશું…કોઈ પણ મોરચો આવે કાંઈ ફેર નહિ પડે…2022માં પાર્ટી જે કામ આપશે તે કરીશ…

આ અંગે નાડોદા રાજપૂત સમાજના પ્રમુખ માવજીભાઈ ડોડીયા મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, નવા નિર્માણ પામનાર મંદિર રાજકોટ અમદાવાદ હાઇવે પર આવેલા દર્શન હોટેલ પાસે ભવાની માતાજીનું મંદિર બનશે…દરેક સમાજના મંદિર છે એટલે અમારા સમાજનું મંદિર બનશે. 40 વીઘા જમીનમાં મોટું મંદિર બનશે…ભવ્ય મંદિર બને તેવી વજુભાઈ વાળાની કલ્પના છે.સોમનાથ જેવું ભવાની માતાજીનું મંદિર બનશે…100 કરોડ ખર્ચે મંદિર બનશે…આ મંદિર દરેક સમાજ માટે હશે …..