વડોદરામાં રાજ્ય સરકાર ની મહાનગરો સાથે બેઠકો થઈ રહી છે તેના ભાગ રૂપે દુબાડ બ્રિજ ની સમસ્યા ધ્યાનમા આવી છે. દુમાડ બ્રિજ ને જોડતા બે બ્રિજ બનાવીને ટ્રાફિક સમસ્યા હલ થાય તેમ વાટાઘાટો શરૂ કરાઈ છે.

અમદાવાદનો બ્રિજ ધરાશાયી થવા ના મામલે માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. તેની સાથે કેવી રીતે ઉકેલ આવે તે દિશામા પ્રયાસો હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રોડ રસ્તા બાબતે રાજ્ય સરકાર કોર્પોશનો સાથે સંકલનમાં રહી કામ કરીશું. રાજ્ય સરકાર તમામ સહયોગ આપશે.

આ સિવાય વધુમાં તેમણે જણાવ્યું છે કે, આ બ્રિજ અમારા વિભાગ નો નથી. જે વિભાગનો છે તે વિભાગ એજન્સી સામે તપાસ કરી પગલા લેશે. ટોલનાકાની એજન્સીઓની ગેરરીતિ ચલાવવામાં આવશે નહીં. જ્યા પણ ટોલ રોડ ના મેન્ટેનન્સ મા બેદરકારી હશે ત્યારે કાર્યવાહી કરવામાં આવશે.