સૌથી શિસ્તબદ્ધ ગણાતી ભાજપમાં કેટલાક દુષણો, પ્રશિક્ષણ વર્ગમાં ‘યે મેરા દિલ પ્યાર કા દિવાના’ ગીત ઉપર ઠૂમકા

રાજકોટ ભાજપના પ્રશિક્ષણ વર્ગમાં ‘યે મેરા દિલ પ્યાર કા દિવાના’ ગીત ઉપર ઠૂમકા લગાવ્યાનો વીડિયો સમયે આવ્યો છે. જે સૌથી શિસ્તબદ્ધ ગણાતી ભાજપમાં કેટલાક દુષણો પ્રવેશી ચૂક્યા હોય તેવો વિડીયો વાઇરલ થયો છે. ગત દિવસોમાં તાલાલા ખાતે યોજાયેલા અભ્યાસવર્ગમાં પણ કેશરીયાને ન છાજે તેવું થયાની ચર્ચા ખુદ ભાજપના જ વર્તુળોમાં ચર્ચાયા બાદ હવે રાજકોટ ખાતે ચાલી રહેલા વોર્ડના અભ્યાસ વર્ગમાં કાર્યકરોએ મોડી રાતે ફિલ્મી ગીતો ઉપર ઠૂમકા માર્યાનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.
આ વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે, હરોળમાં પ્રથમ બેઠેલા અગ્રણીઓ એક પછી એક કાર્યકરોને નાચવા બોલાવે છે. અને કાર્યકરો તેમજ અગ્રણીઓ ઉત્સાહમાં આવી જઈ ડાન્સ કરતા નજરે પડે છે. જાણવા મળતી વિગત મુજબ, વોર્ડ નંબર 14નો આ અભ્યાસવર્ગ રાજકોટમાં મિલપરા ખાતે આવેલી રાણીંગાવાડીમાં યોજાયો હતો.