રાજ્યમાં 2022ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પડઘમ શરૂ થઈ ગયા છે. ત્યારે રાજકોટમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઇ ગઈ છે. જેના ભાગ રૂપે રાજકોટમાં મતદાર યાદી સુધારણા કાર્યકામ લંબાવ્યો છે. જે આગામી 5 જાન્યુઆરી સુધી મતદાર સુધારણા કાર્યક્રમ લંબાવ્યો છે. રાજકોટમાં નવા 45 હજાર મતદારો વધ્યા છે. 25 હજાર લોકોએ મતદાર યાદી માંથી નામ કમી કરાવ્યા છે. રાજકોટમાં 22.78 લાખ મતદારો નોંધ્યા છે. 2022 વિધાનસભા પહેલા 50 હજાર નવા મતદારો નોંધાઈ શકે છે.

ગુજરાતની મતદારયાદીમાં 4 કરોડથી વધારે મતદારો છે. મતદાર યાદીમાં મતદારો રહી ના જાય, તે માટે મતદાર યાદી સુધારણા અને નામ ઉમેરવા માટે ઝૂંબેશ શરૂ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ 70 ટકા લોકો મતદાર યાદી રિલેટેડ કામગીરી ઓનલાઇન કરતા હોય છે. ત્યારે ઓનલાઈન પ્રક્રિયાને વધુ સુઘડ બનાવવા માટે પગલા લેવામાં આવી રહ્યા છે.

રાજ્યમાં આગામી વર્ષ 2022 માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી કમિશને તૈયારીઓ શરૂ કરી દીધી છે. સર્કિટ હાઉસ ખાતે ભાજપ અને કોંગ્રેસ પક્ષના આગેવાનો, સિનિયર નેતાઓ અને કાયદાકીય નિષ્ણાતો સાથે કલેકટર અને મુખ્ય ચૂંટણી અધિકારીએ બેઠક યોજી હતી.

જો કે રાજકીય પાર્ટી કોંગ્રેસે પણ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે, જેને લઈને કોંગ્રેસ પ્રતિભા શોધો અભિયાન લોન્ચ કરીને સરકાર સામે બોલી શકે તેવી પ્રતિભાશાળી લોકોની શોધ કરી રહી છે.