કોંગ્રેસની આદિવાસી અધિકાર યાત્રાને પોલીસ મંજૂરી મળી છે. જે સત્યાગ્રહ છાવણી ખાતે માત્ર સભા કરવાની મંજુરી આપવામાં આવી છે. સભા સિવાય વિરોધ કે દેખાવ કરશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ગુજરાતમાં ચૂંટણી આવતા જ કોંગ્રેસ સક્રિય બની છે અને મુદ્દાઓ ઉઠાવીને મત બેંક મજબુત કરવાની તૈયારી કરી રહી છે..તેના ભાગરૂપે જ કોંગ્રેસ હવે આદિવાસીઓનાં હકો માટે આગળ આવી છે. આદિવાસી અધિકાર યાત્રા માટે પોલીસનો ચુસ્ત બંધોબસ્ત રાખવામાં આવશે.

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે આવતીકાલે ગાંધીનગર ખાતે એક આદિવાસી સંમેલન બોલાવ્યું છે. જે પહેલા આજે કોંગ્રેસ કાર્યલય ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે રાજ્ય સરકાર સમક્ષ આકરાં પ્રહારો કરતાં જણાવ્યું હતું. આદિવાસી નેતા રાજેશ વસાવા કોંગ્રેસનાં જોડાઇ ગયા બાદ હવે કોંગ્રેસ 25 માર્ચે ગાંધીનગરમાં આદિવાસી અધિકાર યાત્રા યોજશે.

જગદીશ ઠાકોરે વધુમાં જણાવ્યું કે, સરકાર સામે આકરાં પ્રહારો કરતાં જણાવ્યું કે, જેટલી SRP, પોલીસ કે ફોર્સ ઉતારવી હોય ઉતારી દો” આવતીકાલે રેલી તો યોજાઈને જ રહેશે. લાઠી ચાર્જ કરવો હોય તો કરજો પણ રેલી તો થશે.