રાજકોટમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ એ ભાજપ ના કાર્યકરો નો ક્લાસ લીધો છે. જે હોદેદારકે પદાધિકારી ભસ્ટ્રાચાર કરતા હોઈ તો મને ખાનગીમાં માહિતી આપવા માટે જણાવ્યું છે. સી આર પાટીલે કહ્યું આ ભસ્ટ્રાચાર સામે તપાસ કરાવીશ અને કાર્યવાહી કરીશ. સી આર પાટીલ ની તાકીદ જે હોદેદારકે પદાધિકારી ભસ્ટ્રાચાર કરતા હશે તેને ટિકિટ આપવામાં આવશે નહીં. રાજકોટમાં ગઈકાલે હેમુગઢવી હોલમાં બંધ બારણે રાજકોટ શહેર ભાજપ ના કાર્યકરો સાથે બેઠકમાં સી આર ની ખુલ્લી વાત છે.

સીઆર પાટીલે રાજકોટમાં કાર્યકરોને સંબોધતી વખતે પાટીલે કહ્યું હતું કે, જે કોઇ હોદ્દેદાર કે પદાધિકારી ભ્રષ્ટાચાર કરતો હોય તો તેની ખાનગીમાં માહિતી આપો, હું જાતે તેની તપાસ કરાવીશ અને સાબીત થશે તો તે વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવશે અને તેને ટિકિટ પણ આપવામાં આવશે નહી. જો કે આ મામલે માહિતી આપનાર કાર્યકરનું નામ પણ ગુપ્ત રાખવાની તેમણે ખાત્રી આપી છે.

નોંધનીય છે કે, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પણ સાથે જોવા મળ્યા હતા. અને આ દરમિયાન નરેશ પટેલે જણાવ્યું હતું કે, જીમના ઉદઘાટનમાં સી.આર. પાટીલ સાહેબ સાથે હું આવ્યો છું. આ જીમનો તમામ લોકો સારી રીતે ઉપયોગ કરે અને તેમની તબિયત સાચવે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું.