ગુજરાતમાં પેપરલીક કાંડ મામલે લઈને રાજકારણ ગરમાયેલું છે. સતત તેને લઈને દરેક કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા તેનો વિરોધ ઉઠાવવામાં આવી રહ્યો છે. જ્યારે આ મામલે હવે આમ આદમી પાર્ટી અને વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ દ્વારા સરકારને ચીમકી આપવામાં આવી છે.

વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ દ્વારા કહેવામાં આવ્યું છે કે, અસિત વોરા રાજીનામું નહીં આપે તો આંદોલન કરીશું. યુવરાજે સરકારને આપ્યું 2 દિવસનું અલ્ટીમેટમ આપેલ છે. રોજગારીની લડતમાં દરેક યુવાન આગળ આવે છે. તેની સાથે તેમણે મહેશ સવાણીને આંદોલન છોડી દેવા અપીલ કરી છે.

નોંધનીય છે કે, હેડક્લાર્ક ભરતી કૌભાંડ મામલે પ્રદેશ કાર્યાલય ખાતે પ્રભારી ગુલાબસિંઘ યાદવ અને મહેશ સવાણી છેલ્લા 6 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા છે. 2 દિવસ પહેલા ના મહેશ સવાણીની તબિયત બગડવાના કારણે તેમને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવા પડ્યા હતા.