દિગ્ગજ પાટીદાર નેતા ધીરૂભાઈ ગજેરા વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ્યા છે. સી.આર પાટીલે તેઓને ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા છે. ઉદ્યોગપતિ ધીરુ ગજેરાનો વિધિવત ભાજપમાં પ્રવેશ થયો છે. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ભાજપનો ખેસ પહેરાવી આવકાર આપ્યો છે. ધીરુભાઈ ના ભાજપ પ્રવેશ પ્રસંગે વસંત ગજેરા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સી આર પાટીલે વસંત ગજેરા ને મંચ ઉપર પહેલી હરોળ માં સ્થાન આપ્યું છે. ભાજપ પ્રવેશ સમયે ધીરુભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે, આજે હું ભાજપ માં પ્રવેશ કરી રહ્યો છું. 30 ધારાસભ્યો જુદા પડ્યા ચૂંટણી લડ્યા એક માત્ર ધારાસભ્ય ચૂંટાયા હતા. સુરત ના ધરૂકવાળા કોલેજ ના જે ભાજપ ના બે ભાગ પડ્યા તે કમનસીબ ઘટના હતી. અમે ભાજપથી અલગ પડ્યા પણ વિચારધારા ભાજપની થઈ હતી.

મોદી અને અમિત શાહ જીત્યા પંચાયત થી પાર્લામેન્ટ સુધી ભાજપ નું શાસન છે.અંતિમ શ્વાસ સુધી ભાજપ માં રહીશ. હવે ભાજપમાં જ રહીશ જીવનના અંતિમ શ્વાસ સુધી. અસંતોષ હોય તો પણ ભાજપ છોડતા નહિ. અમે જે પગલું ભર્યું તે બીજા મિત્રો ભરે નહિ. હું મારા જડ અને જિદ્દી સ્વભાવ ના કારણે હું 15 વર્ષ નો વનવાસ પૂરો કરી પાછો ફર્યો છું. 14 વર્ષ માં ઘણા અપમાન સહન કર્યા છે. બધા ની બધી મનોકામના પુરી થતી નથી. ભાજપ જે કામ સોંપશે તે કામ કરીશ