કોંગ્રેસ નેતા હાર્દિક પટેલના ચૂંટણી લડવા પર સસ્પેન્સ યથાવત જોવા મળી રહ્યું છે. આ માટે તેને કાનૂની પગલું ભર્યું છે. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની અરજી પર સુપ્રીમકોર્ટમાં સુનાવણી ટળી છે. સુપ્રીમકોર્ટમાં સુનાવણી 2 સપ્તાહ સુધી ટળી છે. વર્ષ 2015માં વિસનગરમાં બબાલ મામલે 2 વર્ષની સજામાં હાર્દિક જામીન પર છે. કેસમાં દોષીત હોવાથી ચૂંટણી લડવા અયોગ્ય છે. ચૂંટણી લડવા હાર્દિક પટેલે સુપ્રીમકોર્ટમાં અરજી કરી છે.

આ કેસમાં તે દોષિત ઠર્યો હોવાથી તે ચૂંટણી લડવા અયોગ્ય છે. તે પોતાનો દોષ સ્થગિત કરવા માંગે છે. જેથી તે ચૂંટણી લડી શકે. પરંતુ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની અરજી પર સુપ્રીમકોર્ટમાં સુનાવણી ટળી છે. આ અરજીની સુનાવણી બે અઠવાડિયા માટે ટળી ગઈ છે.

પાટીદાર અનામનત આંદોલન સમયે પાટીદારો પર થયેલા કેસોને લઇ રાજ્ય સરકારે એક નિર્ણય લીધો છે. જેમા સરકારે તોફાનોના 10 કેસ પરત ખેંચ્યા છે. આ સાથે જ હાર્દિક પટેલ સામેના કેસને પરત ખેંચવાની કામગીરી પણ ચાલી રહી છે. હાર્દિક પટેલના 2 કેસ પરત ખેંચવા મુદ્દે કાર્યવાહી શરૂ કરાઈ છે. સરકારે પરત ખેંચેલા 10 કેસમાંથી અમદાવાદ સેશન્સ કોર્ટમાંથી 7 કેસ પરત જ્યારે મેટ્રો પોલિટન કોર્ટમાંથી 3 કેસ પરત ખેચાયા છે.