ગુજરાત રાજયમાં કોરોનાએ તરખાટ મચાવ્યો છે. કોરોનાની બીજી આ ઘાતક લહેરમાંથી કોઈ બચી શક્યું નથી.દિન પ્રતિદિન અનેક નેતાઓ, સરકારી અધિકારીઓ અને સામાન્ય લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. કોરોનાની આ બીજી લહેરમાં રાજ્યથી સ્થિતિમાં આંશિક સુધારો થઈ રહ્યો છે. આ શ્રેણીમાં ગુજરાતના વધુ એક ઉચ્ચ સરકારી અધિકારી કોરોના સંક્રમિત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અગ્ર સચિવ કે કૈલાસનાથન કોરોના સંક્રમિત થયા છે. આ કારણોસર મુખ્યમંત્રીની ચિંતામાં વધારો થયો છે. સીએમઓ દ્વારા યોજાતી મીટિંગમાં કે કૈલાસનાથનની ગેરહાજરીથી કેટલીક અટકળો સર્જાવા લાગી હતી. ત્યારે આજે તમામ અટકળોનો અંત આવ્યો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, તેઓને કોરોનાના હળવા લક્ષણો છે. આથી તેઓ હોમ આઈસોલેટેડ છે. આગામી એક અઠવાડિયા બાદ તેઓ ફરીથી ડ્યુટી જોઈન કરી શકે છે. જો કે કોરોનાની પરિસ્થિતિ પર અત્યારે તેઓ ઘરેથી પણ નિરીક્ષણ કરી રહ્યા છે.

રાજ્યમાં મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જેવા અનેક નેતાઓ કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે.