ગુજરાતના રાજકારણ ને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. બોર્ડ નિગમમાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવશે. બોર્ડ નિગમમાં પણ નો-રિપીટ થિયરી જોવા મળે તેવી શકયતા જોવા મળી રહી છે. બોર્ડ નિગમમાં ચેરમેન વાઇસ ચેરમેનની ટર્મ પુરી થતા રાજીનામા માંગવામાં આવ્યા છે. 14 બોર્ડ નિગમમાં પદાધિકારીઓની ટર્મ પૂર્ણ થશે.

જ્યારે કેટલાક બોર્ડમાં મુદ્દત પૂર્ણ થયા બાદ નવી નિમણૂક ન થાય ત્યાં સુધી કાર્યરત કરાયા હતા. એક વિક સુધી તમામ ચેરમેન વાઇસ ચેરમેન રાજીનામા આપશે. જેમાં બળવંતસિંહ રાજપૂત, આઇ. કે. જાડેજા, બી. એચ. ઘોડાસરા, હંસરાજ ગજેરા પંકજ ભટ્ટ રાજીનામા આપશે.

તેની સાથે સજ્જાદ હીરા વિમલ ઉપાધ્યાય લીલાબેન આંકોલિયા મધુ શ્રીવાસ્તવ,મધુભાઈ મેર રાજીનમું આપે તેવી શકયતા રહેલી છે. આજે 4 થી વધુ લોકો ને બોર્ડ નિગમમાંથી રાજીનામાં આપ્યા છે. એમાં ધનસુખ ભંડેરી,પંકજ ભટ્ટ, વિમલ ઉપાધ્યાય,લીલાબેન આંકોલિયા તથા બી એચ ઘોડાસરાએ રાજીનામુ આપ્યું છે. આજે ચાર ચેરમેને cm ને રાજીનામુ આપ્યું છે.

નામ આ મુજબ રહેલા છે

વિમલ ઉપાધ્યાય, બીન અમામત આયોગ
બી એચ ઘોડાસરા, બિન અનામત આયોગ
સાજીદ હીરા, ગુજરાત વકફ બોર્ડ
પકજ ભટ્ટ, સંગીત કલા બોર્ડ
લીલા બેન અંકોલોયા, મહિલા
ધનસુખ ભંડેરી, ફાઇન્સાન બોર્ડ

બોર્ડ નિગમમાંથી પૂર્વ મુખ્યમંત્રીના નજીકના ચેરમેનને રાજીનામાં આપ્યા છે. વિજય રૂપાણીના સરકારમાં નિમણુંક પામેલા ચેરમેને રાજીનામા આપ્યા છે. વિજય રૂપાણીના અંગત ગણાતા ચેરમેને રાજીનામા આપ્યા છે. વિજય રૂપાણીના નજીક ગણાતા ધનસુખ ભંડેરી, વિમલ ઉપાધ્યાય, સજ્જડ હીરા રાજીનામા આપ્યા છે. જેના લીધે ચર્ચાનો માહોલ ઉભો થયો છે.