નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રીને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હું સમાજ કહેશે તો જ રાજનીતિમાં પ્રવેશ કરીશ. આવું કહેનારા ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ માટે સમાજના મોભીઓનો જવાબ આવી ગયો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મોટા નેતાઑ નરેશ પટેલનો સંપર્ક કરી પોતાની પાર્ટીમાં જોડાવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રીને લઇ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. જે નરેશ પટેલનો મામલો રાજસ્થાન સુધી પહોંચ્યો છે.

ગુજરાત કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યો રાજસ્થાનમાં છે. પાટીદાર ધારાસભ્યોના એક જૂથે રાજસ્થાન CM અશોક ગેહલોત સાથે મુલાકાત કરી છે. નરેશ પટેલની કોંગ્રેસમાં એન્ટ્રી કરાવવા બાબતે મુલાકાત કરી છે. નરેશ પટેલ મામલે હાઇકમાન્ડ જલ્દી પોઝિટિવ થાય તેવી લાગણી જણાઈ રહી છે.

જો કે, નરેશ પટેલ હાલ સમગ્ર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ફરી રહ્યા છે. નરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજકારણમાં જોડાવું કે નહીં તે અંગે હું મીડિયાના માધ્યમથી જાણ કરીશ. રાજકારણમાં જોડાવાના નિર્ણય બાદ પાર્ટી નક્કી કરીશ. ખોડલધામ પવિત્ર પરિસર છે, આ પરિસરમાં ક્યારેય રાજકારણની વાત કરતા નથી.