અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચાંદખેડા વોર્ડ અને ઇસનપુર વોર્ડની પેટાચૂંટણી યોજાવવાની છે. સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણી યોજાશે. જે અમદાવાદના ઈસનપુર અને ચાંદખેડા વોર્ડની પેટાચૂંટણી યોજાશે. ત્યારે પેટા ચૂંટણીના ઉમેદવારો ફોર્મ ભરશે. ઈસનપુર વોર્ડના ભાજપના ઉમેદવાર મૌલિક પટેલ જિલ્લા પંચાયત ખાતે ફોર્મ ભરશે. કોંગ્રેસનાં ભાવેશ દેસાઈ જિલ્લા પંચાયત ખાતે ફોર્મ ભરશે. થોડીવારમાં ઉમેદવાર ફોર્મ ભરવા જિલ્લા પંચાયતની કચેરી આવશે.

કોંગ્રેસ દ્વારા ચાંદખેડા વોર્ડમાં દિવ્યાબેન રોહિતને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા ચાંદખેડા વોર્ડમાં દિવ્યજાગૃતિબેન રોહિત અને ઇસનપુર વોર્ડ માટે ભાવેશ દેસાઈને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. આવતીકાલે બંને ઉમેદવાર કલેકટર ઓફિસે ફોર્મ ભરશે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ પણ ચાંદખેડા વોર્ડમાં યશવી સુદર્શન નામની યુવા અને ફેશન ડિઝાઈનર યુવતીને ઉમેદવાર જાહેર કર્યા છે.

ભાજપે ઇસનપુર વોર્ડમાં પૂર્વ કોર્પોરેટર સ્વ.ગૌતમ પટેલના પુત્ર મૌલિક પટેલને ટિકીટ આપી છે. જ્યારે ચાંદખેડા વોર્ડ માટે રીનાબેન આર. પટેલના નામની જાહેરાત કરી છે. ભાજપના બંને ઉમેદવાર આવતીકાલે ફોર્મ ભરશે. જ્યારે કોંગ્રેસમાંથી ચાંદખેડા વોર્ડમાં દિવ્યાબેન રોહિતને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.

કાઉન્સિલર ગૌતમ પટેલનું નિધન થતા સીટ ખાલી થઈ હતી. ભાજપ દ્વારા સ્વ.ગૌતમ પટેલના પુત્ર મૌલિક પટેલને ટીકીટ આપવામાં આવે તેવી શકયતા જણાઈ રહી છે. અમદાવાદમાં ઇસનપુર અને ચાંદખેડામાં પેટ ચૂંટણી થવાની છે. જે ગાંધીનગર મહાનગર પાલિકા ચૂંટણી સાથે જ AMC ના બે વોર્ડ ની પેટાચૂંટણી થશે.

ગત ચૂંટણીમાં ચાંદખેડામાં ભાજપમાંથી જીતેલા મહિલા કોર્પોરેટર પ્રતિભા સક્સેનાએ રાજીનામું આપતા જગ્યા ખાલી પડી હતી. જ્યારે ઇસનપુરના ભાજપના કોર્પોરેટર ગૌતમ પટેલનું અવસાન થતા જગ્યા ખાલી પડી હતી.