આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે ત્યાગરાજ સ્ટેડિયમમાં સેંકડો લોકો સાથે યોગ કર્યા હતા. દિલ્હીવાસીઓને વિનામૂલ્યે યોગ શીખવવાનું વચન આપતા મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું છે કે, તેમની સરકાર શાળાઓમાં પણ યોગ શીખવવા માંગે છે. ‘દિલ્હીની યોગશાળા’ના સભ્યોની સાથે ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ યોગાસનમાં કેજરીવાલની સાથે હતા.

યોગશાળામાં આવેલા લોકોને સંબોધતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હી સરકાર ઈચ્છે છે કે, બધા લોકો પ્રતિદિવસ યોગ કરે. તેમને જણાવ્યું છે કે, “જો બાળકોમાં યોગની આદત કેળવવામાં આવે તો આ તેમની સાથે સંપૂર્ણ જીવન જોડાઈ રહેશે. અમારો ઉદ્દેશ બાળકોને યોગ્ય શીખવાડવા અને જોવાનું છે કે, તેને સ્કૂલોમાં કેવી રીતે શરૂ કરવામાં આવી શકે છે.” સીએમે જણાવ્યું છે કે, દિલ્હીમાં હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સારો થઈ ગયો છે, પરંતુ યોગને પોતાની જીવનના ભાગ બનાવવાથી લોકોને હોસ્પિટલમાં જવાની જરૂરીયાત નથી.

દિલ્હીની યોગશાળાના કાર્યક્રમ અંગે કેજરીવાલે જણાવ્યું છે કે, તેઓ મફતમાં યોગ શીખ્યા હતા અને તે દિલ્હીવાસીઓ માટે પણ મફત હશે. કેજરીવાલે કહ્યું, “દિલ્હીમાં હજારો લોકો યોગ કરી રહ્યા છે, પરંતુ આપણે તેને લાખો સુધી લઈ જવા પડશે.” ગરીબ અને અમીર દરરોજ યોગ કરી રહ્યા છે.

કેજરીવાલે જણાવ્યું છે કે, “કેટલાક લોકો મારી આલોચના કરે છે કે, ફ્રીમાં યોગ કેમ શીખવાડી રહ્યા છો? જીવનની સૌથી સુંદર અને મહત્વપૂર્ણ વસ્તુઓ ફ્રી હોય છે. સૌથી મહત્વની વસ્તુ હવા છે, ભગવાને તે ફ્રીમાં આપી છે, તેમાં પૈસા ખર્ચાતા નથી. મને ખબર નથી કે આવનારા સમયમાં કેટલાક ઉદ્યોગપતિ આના પર ટેક્સ લાદશે કે કેમ. યોગ પણ ભગવાનની સુંદર ભેટ છે.