રાજ્યમાં સતત કોરોનાનો કાળો કહેર વ્ર્તાયેલો છે. રાજ્યમાં સતત કોરોનાના કેસમાં વધારો થયો છે. રાજ્ય સહિત જુનાગઢમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. જેના કારણે આજે CM વિજય રૂપાણી જૂનાગઢ પહોંચ્યા છે. કોરોનાની સ્થિતિની સમીક્ષા બેઠક માટે સીએમ વિજય રૂપાણી રૂબરૂ આવ્યા છે.

સીએમ વિજય રૂપાણી સાથે મુખ્ય સચિવ અને આરોગ્ય સચિવ પણ જૂનાગઢ આવ્યા હતા. આજે સવારે 11 વાગ્યે કલેકટર કચેરીએ સમીક્ષા બેઠક કરી હતી. ભાજપ ના જૂના અગ્રણીઓનો સૂર CM ને કોરોનામાં વાસ્તવિક સ્થિતિ પદાધીકારી રજૂ કરજો બાકી બેઠક તો ગાંધીનગરથી વર્ચુઅલ પણ થઈ શકે છે.

રાજ્યમાં હાલના કોરોનાની બીજી લહેર ખૂબ જ ભયાનક બનેલી છે. જેના કારણે લોકોમાં ચિંતાનો માહોલ ઉભો થયેલો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 12820 નવા કેસ સામે આવ્યા છે. તેની સાથે ૧૪૦ લોકોના કોરોનાની સારવાર દરમિયાન મુત્યુ નીપજ્યું હતું. તેની સાથે કોરોનાનો કુલ મૃત્યુઆંક 7648 પર પહોંચી ગયો છે. આ સિવાય 11999 લોકો કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 147499 પર પહોંચ્યો છે. જેમાંથી 747 લોકો વેન્ટિલેટર પર અને 146752 લોકો સ્ટેબલ રહેલા છે.