અમદાવાદ જીલ્લામાં સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીને ધ્યાને લઈ રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે તેમજ ભાજપ અને કોંગ્રેસ દ્વારા સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીમાં જીત મેળવવા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. એનસીપીના ઉપપ્રમુખ કોંગ્રેસ સાથે હાથ મિલાવતા એનસીપીના કાર્યકર્તાઓ નારાજ થયા હતા. ત્યારબાદ એવી માહિતી મળી હતી આ બાબતે રાજેશ નંદનવાર આજે સાંજે ભાજપમાં જોડાશે આ અંગે એમને સી.આર. પાટીલને પત્ર લખીને ભાજપમાં જોડાવવા અંગે તૈયારી દર્શાવી હતી. ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાના હાથે કેસરિયા કરશે. રાજેશ નંદનવાર સાથે રખિયાલ વોર્ડના 200 NCP કાર્યકર્તાઓ ભાજપમાં જોડાશે.

મહત્વની બાબત એ છેકે આ ચૂંટણીમાં ભાજપની ટક્કર એકલી કૉંગ્રેસ સામે નથી, આમ આદમી પાર્ટી અને ઔવેસીની પાર્ટી સાથે પણ લડવાનું છે, એ સંજોગોમાં ભાજપ વિકાસની સાથે રામમંદિર નિર્માણનો મુદ્દો ચલાવીને મત મેળવવાની કોશિશ કરી શકે છે.