મહારાષ્ટ્રના કૅબિનેટ પ્રધાન અને શિવસેનાના સ્ટ્રોન્ગમૅન એકનાથ શિંદેએ શાસક મહાવિકાસ આઘાડી (એમવીએ) સરકારને મંગળવારે રાજકીય કટોકટીમાં મૂકી દીધી હતી. જેને લઈને મહારાષ્ટ્રના રાજકીય સંકટનો મામલો સામે આવ્યો હતો. ભાજપની જવાબદારી કેન્દ્રિય મંત્રી ભુપેન્દ્ર યાદવને સોપવામાં આવી છે. મહારાષ્ટ્રના ભાજપના mla સાથે આજે યાદવ બેઠક યોજશે. આજે બેઠકમા સરકાર અંગેના એન્જડા ક્લિયર કરશે.

છેલ્લા અઢી વર્ષથી ઉધ્ધવ ઠાકરેની સરકાર છે અને સારી કામગીરી કરી રહી છે. સહયોગી પક્ષો વચ્ચે કોઇ વિખવાદ કે અસંતોષ નથી. હરિફ પક્ષ દ્વારા સરકાર ઉથલાવવા વખતોવખત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

નોંધનીય છે કે, મહારાષ્ટ્ર સરકારના શિવસેનાના 29 સહિત 35 સભ્યોએ બળવો કર્યો છે અને રાતોરાત આ ધારાસભ્યો ગુજરાત આવી ગયા હતા અને સુરતની હોટલમાં કેમ્પ કરવામાં આવ્યા હતા. જયારે આ મામલે ભાજપ દ્વારા આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હોવાની રાજકીય ચર્ચા જાણવવામાં આવી રહી છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ ગુજરાત આવી રહ્યાનું કહેવાય રહ્યું છે.