કોરોના મહામારીના કિસ્સોમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. જે કોરોનાની બીજી ભયાનક લહેરની વચ્ચે પણ ઓક્સિજનની તંગી ઊભી થવા પામી છે. સુરતમાં છેલ્લા કેટલાંક દિવસોથી ઓક્સિજન ની તંગી જોવા મળી રહી છે. સુરત શહેર-જીલ્લાને ઓક્સિજનનો જથ્થો આપવામાં ગુજરાત સરકાર દ્વારા અન્યાય થઈ રહ્યો હોવાનું બહાર આવ્યું છે. શહેરમાં ઓક્સિજનની અછત થઇ રહી છે. જે અંગે ભાજપની સ્થાનિક નેતાગીરી નબળી પૂરવાર થઇ હોવાનું પણ રાજકીય મોરચે ચર્ચાઈ રહ્યું છે.

સુરતમાં એક તરફ ઓક્સિજનની તંગી સર્જાઇ છે તો બીજી તરફ વહીવટી તંત્ર સુરતને પૂરતો ઓક્સિજનનો જથ્થો મળે તે માટે સતત રાજ્ય સરકારમાં રજૂઆત કરી રહ્યા છે. ગુજરાતના મુખ્ય શહેરો અને નગરોમાં ઓક્સિજનને જથ્થાની વહેચણી અંગે વિવાદ સર્જાતા રહે છે એટલું જ નહીં સમગ્ર ગુજરાતમાં ઓક્સિજન ની તંગી સર્જાવા પામી છે.

સુરતમાં માં હજુ પણ ઓક્સિજનની અછત છે.શહેરમાં માંગણી સામે ઓક્સિજનનો જથ્થાની ફાળવણી પણ ઓછી કરાઈ છે. શહેરમાં 195 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂરિયાત છે. જરૂરિયાત સામે માત્ર 166 મેટ્રિક ટન જથ્થો અપાઈ રહ્યો છે. માંગની સામે જથ્થો ઓછો કરતા લોકોની હાલાકી જેમની તેમ છે.

કઈ કંપનીએ કેટલો ઓક્સીજન આપ્યો

આઈનોકસ દ્વારા 91 મેટ્રિક ટન જથ્થો અપાયો

લિંડે દ્વારા 20 મેટ્રિક ટન જથ્થો ફાળવવામાં આ યો

રિલાયન્સ દ્વારા 49 મેટ્રિક ટન જથ્થો આપવામાં આવ્યો