રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly Election 2022) પડઘમ વાગવા લાગ્યા છે. રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. ત્યારે રાજકોટમાં આજે ભાજપ ઈલેક્શન મોડમાં (Rajkot BJP on Election Mode) જોવા મળ્યું છે. રાજકોટમાં આજે ભાજપ ઇલેક્શન મોડમાં જોવા મળ્યું છે. રાજકોટમાં સૌરાષ્ટ્ર જોનની બેઠક મળશે. જે 27 થી 31 સુધી ભાજપની બેઠક મળશે. સૌરાષ્ટ્રના તમામ મોરચા માટે અભ્યાસ વર્ગ યોજાશે. વોલ રાઈટિંગ, સભ્ય કાર્ડ, ભાજપના ઝંડા લગાવવા અને સંમેલનો બોલાવવા માટે માર્ગદર્શન આપશે. વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપ તમામ તૈયારીઓ પૂર્ણ કરવા રાજકોટને સૌરાષ્ટ્રનું હબ બનાવ્યું છે.

રાજકોટમાં ભાજપ દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઇ ગઈ છે. બેઠકમાં સૌરાષ્ટ્રના ભાજપ આગેવાનોને ચૂંટણી પહેલા બુથ મજબૂત કરવાનો આદેશ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. તેમજ વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલું હોમવર્ક કેટલું થયું તેની માહિતી મેળવવામાં આવી હતી.

આગામી દિવસોમાં પણ જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે સંગઠનના તેમ જ સરકારના કાર્યક્રમો મોટા પાયે યોજાશે. ત્યારે કાર્યક્રમો યોજાય તે પૂર્વે જ તમામ શહેર અને જિલ્લાના પ્રભારીઓ અને પ્રમુખો સાથે ચર્ચાવિચારણા કરવા આજ રોજ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.