2012 થી કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડવા અંગે સિલસિલો યથાવત છે. 2012 થી અત્યાર સુધીમાં 60 જેટલા મોટા કોગ્રેસી નેતા ભાજપમાં જોડાયા છે. ધરાસભ્યો,સાંસદ તેમજ કોગેસના સગઠનનાં હોદ્દેદારો પણ ભાજપમાં જોડાયા છે. નરહરિ અમીન 2012 ચૂંટણીમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હાલ રાજ્યસભાના સાંસદ બન્યા છે.

તેની સાથે વિઠલ રાદડિયા 2012 મા કોગેસ છોડીને ભાજપમાં આવ્યા અને તેમના પુત્ર જયેશ રાદડિયા 2017માં મત્રી બન્યા છે. લીલાધર વાઘેલા 2012 કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા અને પાટણના સાંસદ પણ ભાજપમાંથી બન્યા છે. પરબત પટેલ 2012મા કોગેસ છોડીને ભાજપમાં જોદાય અને રાજયકક્ષાના મંત્રી બન્યા હાલ બનાસકાંઠાના સાંસદ છે. પરિવારની લડાઈમા પૂનમ માડમ 2012 કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં આવ્યા અને 2014 અને 2019માં બે ટર્મથી સાંસદ છે.

દેવુંસિંહ ચૌહાણ 2007મા કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા અને નરહરિ અમીન હરાવ્યા ત્યાર બાદ હાલ ભાજપની સરકારમા કેન્દ્રીય રાજ્યમંત્રી છે. કોગેસ છેડો ફાડીને રામસિંહ પરમાર 2017મા ભાજપમાં જોડાયા અને હાલ અમુલ ચેરમેન તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. કુંવરજી બાવલિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા અને પેટા ચૂંટણી જીતી કેબિનેટ મંત્રી બન્યા છે.

રાઘવજી પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા અને ભુપેન્દ્ર પટેલની સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા છે. જવાહર ચાવડા કોગેસ છોડી ભાજપમાં આવ્યા અને પેટા ચૂંટણી જીત મેળવી રૂપાણી સરકારમાં મત્રી બન્યા છે. રાજ્યસભાની ચૂંટણીમાં તેજશ્રીબેન પટેલ, કમશી પટેલ અને બળવંતસિંહ રાજપૂત પક્ષ વિરુદ્ધ મતદાન કરીને કોગેસ છેડો ફાડી ભાજપમાં જોડાયા છે. હાલ કમશી પટેલના પુત્ર કનું પટેલ સાણંદ mla બન્યાં અને 2017માં તેજશ્રીબેન વિરમગામ બેઠક ભાજપની ચૂંટણી લડ્યા અને હાર્યા છે.

બળવંતસિંહ રાજપૂતને ભાજપમાં જોડાયા બાદ GIDCના બોર્ડ નિગમના ચેરમને સ્થાન મળ્યું હાલ તેઓ રાજીનામું આપ્યું છે. રાજ્યસભાની 2019મા આવેલી ચૂંટણીમાં પહેલા મંગળ ગાવીત,અક્ષય પટેલ,જે.વી.કકડીયા, પ્રદ્યુમનસિંહ જાડેજા, સોમા પટેલ,પ્રવીણ મારું,જીતુ ચૌધરી અને બ્રિજેશ મેરજા કોંગ્રેસનો વર્તમાન mla માંથી રાજીનામું આપ્યું છે. જેમાં પ્રવીણ મારુ,મંગળ ગાવીત અને સોમાં પટેલ કોઈ પક્ષમાં જોડ્યા નહિ.

તેની સાથે બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી ભુપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. અક્ષય પટેલ, જે.વી.કાકડીયા,પ્રદ્યુમનસિંહ જાડેજા ભાજપમાં જોડાઈને ફરી પેટા ચૂંટણીમાં ફરી mla બન્યા છે. લુણાવાડાના પૂર્વ mla હીરા પટેલ પણ ભાજપમાં ભરતી અભિયાનમાં જોડ્યા છે. કોગેસના પ્રખર કોંગ્રેસી સાગર રાયકા પાંચ મહિના પહેલા દિલ્લી ભાજપમાં જોડાયા છે. આજે કોંગ્રેસના સગઠનનાં 37 વર્ષ સેવા પ્રદાન કરનાર જયરાજસિંહ છેડો ફાડી ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસના દિગગજ નેતા અને પૂર્વ mla અશ્વિન કોટવાલ પણ ભાજપમાં જોડાયા છે. આદિવાસી નેતા અને પ્રખર કોગેસી અનિલ જોશીયાર પુત્ર કેવલ જોશીયારાના ધારણ કેસરિયો કર્યો છે. આજે વધુ બે નેતા હાર્દિક પટેલ અને શ્વેતા બ્રહ્મભટ્ટ પણ કેસરિયો ધારણ કર્યો છે.