વડોદરાના વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય જે હંમેશા કોઇને કોઇ વિવાદ સાથે સંકળાયેલા હોય છે તેવા મધુ શ્રી વાસ્તવ ફરી એકવાર હુંકાર ભરી છે.તાજેતરમાં રાજ્યમાં યોજાયેેલ ગ્રામપંચાયત ચુંટણીમાં જીતેલ ઉમેદવારને માસિક વેતન આપવુ જોઇએ તેમના આ નિવેદનથી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે.તેમણે સરકાર સમક્ષ પોતાની વાત રજુ કરતા જણાવ્યુ હતુ કે જેમ ધારાસભ્યને માસિક વેતન આપવામાં આવે છે તેમ ગ્રામપંચાયતના સરપંચને માસિક વેતન આપવુ જોઇએ

મધુશ્રી વાસ્તવ સરપંચની સાથે સાથે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ચુંટાઇ આવેલા તમામ સભ્યોને માસિક વેતન આપવાની વાત કરી હતી તેમણે વધુમાં જણાવ્યું હતુ કે જરુર જણાશે તો હુ ગાંધીનગર જઇને વિધાનસભામાં જઇને રજુઆત કરવાની વાત જાહેરાત કરી છે.

ઉ્લ્લેખનીય છે. હાલ સુધી સરકાર દ્વારા ગ્રામ પંચાયત,તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્ય સરકાર દ્વારા કોઇપણ પ્રકારનું વેતન આપવામાં આવતુ નથી ત્યારે ભાજપના જ ધારાસભ્ય મધુશ્રી વાસ્તવ અનેકવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનોથી હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે ફરી એકવાર વેતન આપવાની વાતથી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે.