ભારતીબેન શિયાળને ફરી વધુ જવાબદારીઓ સોંપવામાં આવી છે. સાંસદ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ (Bhartiben Shiyal) ને પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે. ભારતીબેનને 10 રાજ્યના સમન્વય પ્રભારી તરીકે જવાબદારી સોપાઈ છે. પાડોશી રાજ્યમાં રાજસ્થાન અને દક્ષિણ ભારતમાં આંધ્રપ્રદેશ પ્રભારી તરીકેની જવાબદારી સોપાઈ છે. નોર્થ ઇસ્ટના ત્રિપુરા, મણિપુર, અરુણાચલપ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમના પણ પ્રભારી બનાવ્યા છે. ઉતર ભારતના લદાખ, મેઘાલય અને સિક્કિમ સહિતના રાજ્યની જવાબદારી સોંપાઈ છે.

ભારતીબેન શિયાળની વાત કરવામાં આવે તો વર્ષ 2012માં તળાજા વિધાનસભાથી તેઓ ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2014 અને 2019 ભાવનગર લોકસભા મતવિસ્તારમાંથી સાંસદ તરીકે તેમને ચૂંટવામાં આવ્યા છે. ગુજરાતના કોળી સમાજના મહિલા નેતા તરીકે ભારતીબેન શિયાળ હવે રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું કદ વધારી રહેલા છે. વ્યવસાયે આયુર્વેદિક ડૉક્ટર એવા ભારતીબેન શિયાળ સ્વચ્છ છબી ધરાવતા હોવાથી પાર્ટી હાઈકમાન્ડે તેમનું કદ વધાર્યું છે.