ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ તેજ કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. આમ આદમી પાર્ટી પણ ચૂંટણીમાં કોંગ્રેસથી આગળ હોવાનું જણાવી રહી છે. આ બધા વચ્ચે ચૂંટણી પંચે ગુજરાત માટે અંતિમ મતદાર યાદી જાહેર કરી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 4.90 કરોડથી વધુ મતદારો છે. ચૂંટણી પંચ પાસેથી મળેલી માહિતી દર્શાવે છે કે રાજ્યમાં પુરૂષ મતદારોની સંખ્યા 2.53 કરોડ છે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, 4.90 કરોડ મતદારોમાંથી 2.37 કરોડ મતદારો મહિલા છે અને પુરૂષ મતદારોની સંખ્યા 2.53 કરોડ છે. ચૂંટણી પંચના આંકડા દર્શાવે છે કે રાજ્યમાં કુલ 11.62 લાખ નવા મતદારો નોંધાયા છે. આ 11.62 લાખ મતદારોમાંથી કુલ 4.61 લાખ મતદારો યુવા છે.

ચૂંટણી પંચ પાસેથી મળેલી માહિતી અનુસાર, આ ચૂંટણીના મતદાન માટે 76.68 મતદારોએ પોતાનો આધાર નંબર નોંધાવ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતમાં એટલે કે ડિસેમ્બરમાં યોજાય તેવી શક્યતા છે.