આજે કોંગ્રેસ તેનો 137મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. જયારે સાથે સાથે આજે સેવાદળનો પણ સ્થાપના દિવસ છે. ત્યારે આજે ગુજરાત કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છે. જેમાં ગુજરાત કોંગ્રેસના પુર્વ પ્રમુખ સિધ્ધાર્થ પટેલે કોંગ્રેસનો ધ્વજ લહેરાવ્યો છે. અને આ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ ધ્વજને સલામી આપી છે. ત્યારે આ દરમિયાન ગુજરાત કોંગ્રેસના પુર્વ પ્રમુખ સિધ્ધાર્થ પટેલે તેમનું નિવેદન પણ આવ્યું છે.

જેમાં તેમને જણાવ્યું છે કે, વિશ્વનું સૌથી જૂનું રાજકીય હયાત સંગઠન એટલે એ કોંગ્રેસ પક્ષ છે. 1885 માં બ્રિટિશ હકુમત સામે લડાઇ લડવા માટે દેશમાં સામાજીક ન્યાયનું વાતાવરણ ઉભુ કરવા કાંગ્રેસની સ્થાપના કરવામાં આવી હતી. જે સમય જતાં વિશ્વની સૌથી મોટી આઝાદીની ચળવળ બની છે. ત્યારે હવે 2022ની ચૂંટણી પહેલા કોંગ્રેસના વિચારો લોકો સુધી પહોંચાડાશે.

જો કે, આજે કોંગ્રેસના સ્થાપના દિવસ ઉજવવા માટે નેતાઓ અને પાર્ટી કાર્યકરો દિલ્હીમાં કોંગ્રેસ મુખ્યાલય પર ભેગા થયા હતા. આ કાર્યક્રમમાં આજે વંદે માતરમ ગવાયું હતું. ત્યારબાદ સોનિયા ગાંધીએ કાર્યક્રમમાં હાજર કોંગ્રેસ નેતાઓ સાથે મુલાકાત કરી છે.