હાલના દિવસોમાં કોંગ્રેસ ભારત જોડો યાત્રા પર છે. ગુરુવારે આ યાત્રાનો 15મો દિવસ છે. કોંગ્રેસની આ યાત્રા હાલ કેરળમાંથી પસાર થઈ રહી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાનું નેતૃત્વ કરી રહ્યા છે. ગુરુવારે કોંગ્રેસની ભારત જોડી યાત્રા એર્નાકુલમમાં પ્રવેશી છે. રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓએ પરંબયમ જુમા મસ્જિદથી પગપાળા યાત્રા કાઢી હતી.

આ સાથે રાહુલ ગાંધીએ યુસી કોલેજ, અલુવા ખાતે 1925માં મહાત્મા ગાંધી (બાપુ) દ્વારા વાવેલા આંબાના વૃક્ષને ફૂલ અર્પણ કર્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ લક્ષદ્વીપથી મુલાકાતી પ્રવાસીઓ દ્વારા લાવેલા એક છોડનું પણ વાવેતર કર્યું હતું. કોંગ્રેસની આ યાત્રામાં રાહુલ ગાંધી સાથે કોંગ્રેસના કાર્યકરો અને અન્ય લોકો પણ જોડાયેલા છે. બુધવારે રાજસ્થાનના પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટ પણ આ યાત્રા સાથે જોડાયેલા હતા.

Bharat Jodo Yatra નો આજે છે 15મો દિવસ, રાહુલ ગાંધીએ બાપુએ વાવેલા વૃક્ષને ફૂલ અર્પણ કરીને પદયાત્રાની કરી શરૂઆત

ભારત જોડો યાત્રા દેશના આ ભાગોમાંથી પસાર થશે

તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ થયેલી ભારત જોડી યાત્રા આ દિવસોમાં કેરળમાં છે. કોંગ્રેસની આ યાત્રા આંધ્રપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, યુપી, દિલ્હી, હરિયાણા અને પંજાબ થઈને કાશ્મીર સુધી જશે. રાહુલની આ યાત્રા લગભગ 3570 કિલોમીટરની છે.

ભાજપના નિશાને છે રાહુલ ગાંધી

ભારત જોડો યાત્રાના કારણે રાહુલ ગાંધી ભાજપ પર પ્રહારો થયા છે. ભાજપે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર તુષ્ટિકરણની રાજનીતિનો આરોપ પણ લગાવ્યો છે. હાલમાં કોંગ્રેસે આરએસએસનો ડ્રેસ (હાફ પેન્ટ) સળગાવી બતાવ્યો હતો. ત્યારપછી ભાજપે કોંગ્રેસ પર અનેક આરોપો લગાવ્યા છે.