ભાજપના તમામ ધારાસભ્ય કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ જોશે. ભાજપ ના તમામ ધારાસભ્યોને કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આવતી કાલે બુધવારે વિધાનસભા સત્ર પૂરું થયા બાદ સાંજે ભાજપના ધારાસભ્ય કાશ્મીર ફાઈલ ફિલ્મ જોવા જશે. ગાંધીનગર ના સીટી પલ્સ સિનેમા હોલમાં ધારાસભ્યને ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ રાજ્ય સરકાર કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને કરમુક્ત જાહેર કરાય છે.

સામાન્ય લોકો દ્વારા સોશિયલ મીડિયા પર આ ફિલ્મને લઈને પોતાનું મંતવ્ય રજૂ કરવામાં આવી રહ્યું છે જ્યારે ફિલ્મ જગત સાથે જોડાયેલી હસ્તીઓ પણ ફિલ્મને લઈને બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. ફિલ્મની મોટા પ્રમાણમાં પ્રશંસા થઈ રહી છે ત્યારે કેટલાક મુદ્દાઓને લઈને તેનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે.

એક તરફ જ્યાં ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યોમાં ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ને ટેક્સ ફ્રી કરવામાં આવી રહી છે, તો બીજી તરફ સમગ્ર દેશમાં BJP નેતાઓ ફિલ્મને ટેક્સ ફ્રી કરવા મથામણ કરી રહ્યા છે.તમને જણાવી દઈએ કે અત્યાર સુધી હરિયાણા, ગુજરાત, કર્ણાટક અને મધ્ય પ્રદેશની સરકારોએ તેમના રાજ્યોમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી કરી છે.

જો કે, 1 માર્ચે રિલીઝ થયેલી કાશ્મીર ફાઇલ્સ 1990ના કાશ્મીર વિદ્રોહ દરમિયાન કાશ્મીરી હિંદુઓના પલયાનની દર્દનાક કથા આધારિત છે. ફિલ્મમાં અનુપમ ખેર ઉપરાંત દર્શન કુમાર, મિથુન ચક્રવર્તી અને પલ્લવી જોશી જેવા ઘણા કલાકારો સામેલ છે.