કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ નવા વેરિયન્ટ અંગે આપ્યું મોટું નિવેદન

હોલિસ્ટિક હેલ્થકેર ફોકસ ઓન ફાર્માસ્યુટિકલ એન્ડ મેડિકલ ડિવાઇસીસ અંગે પ્રી ઇવેન્ટ સમિટ યોજાઈ હતી. ગાંધીનગર PDEU ખાતે પ્રી ઇવેન્ટ સમિટ
યોજાઈ હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ૠષિકેશ પટેલ આ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હતા.
પ્રી ઇવેન્ટ સમિટ માં એફડીસીએ અને જીએમએસસીએલ વિષય પર ટેક્નિકલ ચર્ચા કરવામાં આવશે. રાજ્યમાં આગામી દિવસો માં મેડિકલ ડિવાઇસ પાર્ક, API પાર્ક સંદર્ભે અંગે ચર્ચા કરવામાં આવી રહી છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ આ અંગે જણાવ્યું હતું કે, નવા ભારતમાં દરેક ની જોવાની દ્રષ્ટિ બદલાઈ છે. ઇન્ડસ્ટ્રીઝને તમામ ની રીતે જોવામાં આવે છે. હેલ્થ અને ફાર્મા મંત્રાલય એક ન હતા પરંતુ મોદીજીએ એક બનાવી દીધી.
ડ્રગ કંટ્રોલર હેલ્થમાં આવતા પરંતુ મંજૂરી હેલ્થમાં લેવાતી હતી પરંતુ હવે તેને હું જ મંજૂરી આપું છું. કોવિડ ક્રાઇસીસ સમયે દેશ અને વિશ્વ માં દવાઓ ની સપ્લાય થયોદુનિયા ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે ભારત ને જુવે છે. વાઇબ્રન્ટ ગુજરાત નો તમામ મેન્યુફેક્ચરિંગ યુનિટ ફાયદો ઉઠાવો. ભારત માં જે છે તે દુનિયા ના અન્ય દેશો માં નથી. કેન્દ્રીય આરોગ્ય મનસુખ માંડવિયાએ કહ્યું કે, ગરીબ પરિવાર પૈસાની અછતને કારણે હોસ્પિટલમાં સારવાર કરાવી શકતો ન હતો. આવા ગરીબ પરિવારોની વડાપ્રધાન મોદીએ ચિંતા કરી છે. નવા વેરિયન્ટ પર વૈજ્ઞાનિકો નજર રાખી રહ્યા છે.