કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 280 કરોડના કામોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત કરશે. રવિવારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમ યોજાશે. ગાંધીનગરના લોકસભા ક્ષેત્રના વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત, લોકાર્પણ કરશે. મનપા હસ્તકના 198 કરોડના કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. ગુડા હસ્તકના 81 કરોડના પ્રોજેકટને લીલીઝંડી આપશે. 134 જેટલા આવાસનો ડ્રો ગૃહમંત્રી હસ્તે કરવામાં આવશે.

કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહના કાર્યક્રમ ઉપર નજર કરીયે તો 11 જૂને દીવના પ્રવાસે જશે. જેમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ વેસ્ટર્ન રીજિયનની સુરક્ષા બેઠકમા ભાગ લેશે તેમજ રાત્રિ રોકાણ પણ દીવમાં કરશે. જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે.

અમિતશાહ રવિવારના રોજ અમદાવાદ પરત ફરશે. તેઓ ભાજપના નેતાઓ સાથે બંધ બારણે બેઠક યોજીને વિધાનસભા ચૂંટણીની રણનીતિ તૈયાર કરશે. જયારે 12 તારીખે સાંજે અમદાવાદ ના શેલામા નવા તળાવનું લોકાર્પણ કરશે. તેમજ અમદાવાદ જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોનું પણ લોકાર્પણ કરશે.