રાજકોટમાં 2 એપ્રિલના વીરાંજલિ કાર્યક્રમ યોજાશે. વીરાંજલિ કાર્યક્રમને લઈ વીરાંજલિ સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ. ઋત્વિજ પટેલ, કમલેશ મીરાણી, સાંઈરામ દવેની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. રેસકોર્ષ ખાતે આયોજીત કાર્યક્રમમાં ક્રાંતિવીરોની ગાથા દર્શાવાશે. 100 કલાકારો સાથે દેશભક્તિનો અનુભવ થશે. વિસરાયેલા ક્રાંતિવીરો-શહીદોની ગાથા દર્શાવાશે. રાજકીય આગેવાનો પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે.

ઋત્વિજ પટેલે વિપક્ષ પર આક્ષેપ કર્યા છે. જેમને આડકતરી રીતે આક્ષેપ કર્યા છે. ત્યારે આ મામલે ઋત્વિજ પટેલનું નિવેદન સામે આવ્યું છે. કેટલીક રાજકીય પાર્ટી બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળી છે. જેઓ શહીદો ના નામે લાભ લેવા નીકળી પડ્યા છે.

રાજકોટ સર્કિટ હાઉસમાં વીરાંજલિ કાર્યક્રમ નિમિતે યોજાયેલ પત્રકાર પરિષદને ભાજપના પ્રદેશ પ્રવકતા ડો. ઋત્વિજ પટેલએ સંબોધન કરેલ તે પ્રસંગની તસ્વીરમાં સાથે ભાજપ અને વીરાંજલિ સમિતિના આગેવાનો સર્વશ્રી કમલેશ મિરાણી, રાજુ ધ્રુવ, પ્રદીપ ડવ, નેહલ શુકલ, સાંઇરામ દવે, વિમલ રાચ્છ, કશ્યપ શુકલ, જીતુ કોઠારી, નરેન્દ્રસિંહ ઠાકુર, કિશોર રાઠોડ વગેરે ઉપસ્થિત રહ્યા છે.

૨ એપ્રિલે સાંજે ૭ વાગ્યાથી સવા બે કલાક માટે રેસકોર્ષ મેદાનમાં શહીદોની સ્મૃતિમાં નાટય સ્વરૂપનો વીરાંજલિ કાર્યક્રમ યોજાનાર છે. કાર્યક્રમમાં સૌને વિનામૂલ્યે પ્રવેશ મળશે. વ્યવસ્થાના ભાગરૂપે પ્રવેશ પાસ જરૂરી છે તેનું મેયર બંગલો, રેસકોર્ષ રીંગ રોડ ખાતેથી વિતરણ શરૂ થઇ ચૂક્યું છે.