ભાજપનાં પ્રભારી આવતીકાલે ગુજરાત આવશે. પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. શુક્રવારે પ્રદેશ પ્રભારી ભાજપ કાર્યાલય આવી બેઠક કરશે. તેઓ 10.20 વાગે અમદાવાદ એરપોર્ટ પર આવશે. 11.30 વાગે કમલમ ખાતે બેઠકમાં હાજરી આપશે.

પ્રદેશ પ્રભારી પ્રદેશ ભાજપ મહામંત્રીઓ સાથે બેઠક કરશે. ત્યારબાદ નવા સંગઠની રચના અને વ્યવસ્થાઓ અંગેનો ચિતાર મેળવશે.સરકાર અને સંગઠનના આંતરિક રાજકારણથી ભાજપને થતા નુકશાન અંગે કવાયત હાથ ધરશે.ત્યારે ડેમેજ કન્ટ્રોલ કરવા પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ ગુજરાત આવશે. હાઇકમાન્ડે પ્રદેશ પ્રભારીને ડેમજ કંટ્રોલ માટેના આદેશ કર્યા છે.

ભુપેન્દ્ર યાદવ પ્રથમ કોર કમિટી સભ્ય સાથે બેઠક યોજશે. કોર કમિટીની બેઠક સંગઠનના પદાધિકારીઓ CM રૂપાની,DYCM નીતિન પટેલ સહિતના આગેવાનો હાજરીમાં યોજશે. કોર કમિટી બેઠક બાદ સંગઠનના અલગ અલગ પદાધિકારીઓ સાથે પણ બેઠક યોજશે. કોરોના લગતી બાબત અને હાલની રાજકીય સ્થિતિ પર ચર્ચા કરશે.

આ સિવાય ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની નિયમિત રીતે મળતી બેઠક કોરોના સંક્રમણને કારણે છેલ્લા બે મહિનાથી થઈ નથી. આ બેઠક હવે 16 જૂનના રોજ યોજાશે. આ બેઠકમાં વિજય રૂપાણી સહિત નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, પ્રધાનમંડળના સભ્યો, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, ભાજપના તમામ ધારાસભ્યઓ, પ્રદેશ મહામંત્રીઓ તેમજ પાર્લામેન્ટ્રી બોર્ડના હોદ્દેદારો ભાગ લેવાના છે.